ક્રાઈમ Archives - My Samachar

કલ્યાણપુરના ગુરગઢ ગામની સીમમાં જુગારનો ધમધમતો અખાડો ઝડપાયો
Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ શ્રાવણી જુગાર પર પોલીસ દ્વારા ધોંસ બોલાવવામાં આવી રહી છે. ત્યારે એલસીબી પોલીસે આજરોજ કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામની સીમમાં જુગાર દરોડો પાડી, આ અખાડામાંથી નવ શખ્સોને રૂ. 2.12 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબીના હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ આંબલીયા અને પીઠાભાઈ ગોજીયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામના રહીશ રાજેશ મેરામણ સુવા નામના શખ્સ દ્વારા તેની ગુરગઢ ગામની વીળી સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડીએ બહારથી માણસો ભેગા કરી અને જુગારીઓને લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડીને તેના બદલામાં નાલ ઉઘરાવી, અહીં ગંજીપાના વડે જુગારનો અખાડો ચલાવવામાં આવતા સ્થળે એલસીબીની ટીમે દરોડાની કાર્યવાહી કરી હતી.

આ દરોડા દરમિયાન પોલીસે રાજેશ ઉર્ફે રાજુ મેરામણ સુવા, રફીક અકબર શેખ, ભરત અરશી સુવા, મશરી દવુ કરમુર, ધરણાત લખુ સુવા, નેભા ઉર્ફે નયન વજશી સુવા, આદમ અબુ રૂંજા, બશીર જુસબ મંધરા અને જેઠા હમીર સુવા નામના નવ શખ્સોને લીધા હતા આ દરોડા દરમિયાન પોલીસે રૂ. 40,500 ની રોકડ રકમ રૂપિયા, 45 હજારની કિંમતના 8 મોબાઈલ ફોન, રૂપિયા સવા લાખની કિંમતના પાંચ મોટરસાયકલ, ઇલેક્ટ્રીક પંપ, એલઈડી લાઈટ વિગેરે મળી કુલ રૂપિયા 2,11,700 નો મુદ્દામાલ કરજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

The post કલ્યાણપુરના ગુરગઢ ગામની સીમમાં જુગારનો ધમધમતો અખાડો ઝડપાયો appeared first on My Samachar.

દ્વારકામાં ગેરકાયદેસર મકાન બાબતે નિવેદન લેવા ગયેલા સર્કલ ઓફિસર પર ભાઈ-બહેન દ્વારા હુમલો
Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દ્વારકામાં રહેતા અને ઓખા વિસ્તારના સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા જીતેનભાઈ રમેશભાઈ વાઘેલા નામના 40 વર્ષના અધિકારી યુવાન ગઈકાલે ગુરુવારે સાંજના સમયે તેમની ફરજ પર હતા. ત્યારે દ્વારકાના નજીકના વરવાળા ગામે હાઈવે પર આવેલી એક હોટલ પાસે રહેણાંક મકાન ધરાવતા સલીમ હારુન મીર નામના શખ્સનું રહેણાંક મકાન કે જે કથિત રીતે દબાણ કરીને ઊભું કરવામાં આવ્યું હોય, જે અંગેનો કેસ ચાલતા સર્કલ ઓફીસર જીતેનભાઈ વાઘેલા નિવેદન લેવા માટે સલીમ મીરના ઘરે ગયા હતા.

અહીં આરોપી સલીમ તથા તેની બહેન અમીના ફારુક પરમારએ તેમની સાથે બોલાચાલી કરી, ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં, આરોપીએ બિભત્સ ગાળો ભાંડી અને તેમની પાસે રહેલી આરોપીઓના રહેણાંક મકાનના દબાણના કેસ અંગેની સરકારી કાગળોની ફાઈલ આંચકી લીધી હતી. આ ઉપરાંત આરોપી સાલીમે જીતેનભાઈ વાઘેલાને છાતીના ભાગે બે-ત્રણ મુક્કા ઝીંકી દઈને ત્યાંથી જતા રહેવાનું કહી, પતાવી દેવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે સર્કલ ઓફિસરની ફરિયાદ પરથી વરવાળાના રહીશ ઉપરોક્ત ભાઈ-બહેન સામે બીએનએસની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. પાયલબેન ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે.

The post દ્વારકામાં ગેરકાયદેસર મકાન બાબતે નિવેદન લેવા ગયેલા સર્કલ ઓફિસર પર ભાઈ-બહેન દ્વારા હુમલો appeared first on My Samachar.

માંડવી ટાવરથી બર્ધનચોકમાં દબાણ હટાવતી વેળાએ સ્ટાફ સાથે બબાલ
Mysamachar.in-જામનગર:

જામનગર શહેરના માંડવી ટાવરથી બર્ધન ચોક સહિતના વિસ્તારમાં વારંવાર પોલીસ અને એસ્ટેટ સહિતના વિભાગો દબાણો દુર કરવા માટે જાય છે ક્યારેક શાંતિપૂર્ણ તો ક્યારેક દબાણ હટાવતી વેળાએ અહી બાકાજીકી બોલી જાય છે, આવું ગતરોજ ફરી એક વાર થયું જેમાં દબાણ હટાવવા ગયેલ મનપાની દબાણ હટાવ શાખાને બે ઈસમોએ ગાળો ભાંડી અને ધમકી આપી….

આ સમગ્ર મામલે જામનગર મનપા વતી કમલેશ ગઢવીએ રાજુભાઈ ઉર્ફે શાહરૂખ અને તેનો દીકરો અને મનીષ નામના ઇસમોએ જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ સહિતનો સ્ટાફ એસ્ટેટ શાખાના ટ્રેકટર સાથે દબાણયુકત સામાન દૂર કરતા હોય તે સમયે આ બન્ને ઇસમોએ ફરિયાદી કમલેશ ગઢવી તથા મનપા સ્ટાફ સાથે બોલાચાલી ઝગડો કરી જાહેરમા અપમાનિત કરવાના ઇરાદે ભુંડા બોલી ગાળો આપી આ રાજુભાઈ ઉર્ફે શાહરૂખે  સ્ટાફને કહેલ કે, અહી બર્ધન ચોકમા ફરીવાર દેખાતા નહીં હું કંઇક કરી નાખીશ કે તમો બધાને ખોટા કેસમા ફસાવી દઇશ તેમ કહી ધમકી આપી ફરજ રૂકાવટ કરી એકબીજાની મદદગારી  કરવા અંગે એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ છે.

The post માંડવી ટાવરથી બર્ધનચોકમાં દબાણ હટાવતી વેળાએ સ્ટાફ સાથે બબાલ appeared first on My Samachar.

યુવતીના ફોટા, વિડિયો પરિવારજનોને મોકલી, 5 લાખની ખંડણી માંગનારા દિલ્હીનો શખ્સ ઝડપાયો
Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

અમદાવાદ ખાતેની એક કોલેજમાં એન્જિનિયરિંગમાં બી.ટેક.નો અભ્યાસ કરતી એક યુવતીને પબજી ગેમ વડે એક યુવાનનો સંપર્ક થયો હતો. આ શખ્સે યુવતી સાથે મિત્રતા કેળવી અને તેણીના અંગત ફોટા તેમજ વિડીયો મેળવી લીધા હતા. આ પછી આ બંને વચ્ચેની મિત્રતા કોઈ કારણોસર તૂટી જવા પામી હતી.

આ પ્રકરણમાં થોડા સમય પછી બેનામી સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે ટેલિગ્રામ તથા ઈન્સ્ટાગ્રામમાંથી આ ફરિયાદી મહિલાના ફોટા તેમજ વિડિયો તેણીના પિતા, બહેનપણી તેમજ કુટુંબીભાઈને મોકલી આપવામાં આવ્યા હતા. આટલું જ નહીં, આરોપી યુવાન દ્વારા યુવતીના પિતાને ઈ-મેઈલ તથા ટેલિગ્રામથી મેસેજ કરીને રૂપિયા પાંચ લાખની ખંડણીની માંગણી કરી હતી અને જો તેઓ આ રકમ નહીં આપે તો યુવતીના ફોટા વધુ વાઇરલ કરવાની ધમકી આપી, યુવતીના પિતા પાસેથી રૂ. 22,000 ની ખંડણી મેળવી લીધી હતી.

આ પછી આરોપીએ રૂ. પાંચ લાખની માંગણી પૂરી ન કર્યેથી તેણીના ફોટા તથા વિડીયો સોશિયલ મીડિયા મારફતે યુનિવર્સિટી તથા કોલેજમાં વાયરલ કરવાની ધમકી આપી હોવાનું ખુલવા પામ્યું હતું. જેને અનુલક્ષીને સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં બી.એન.એસ. તથા આઈ.ટી. એક્ટની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પ્રકરણને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ વિભાગના પી.આઈ. ઋષિત સિંહ રાઠોડ તેમજ તેમની ટીમ દ્વારા આ અંગેની જરૂરી કાર્યવાહી કરી ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સીસની મદદ થી આ પ્રકરણમાં દિલ્હી રાજ્યના રોહિણી વિસ્તારના સેક્ટર નંબર 17 ખાતે રહેતા સાહિલ ઉર્ફે હર્ષ શોકીન્દર સિંહ જાટ નામના 22 વર્ષના વિદ્યાર્થી શખ્સને અમદાવાદ ખાતેથી અટકાયત કરી, આગળની કાર્યવાહી કરી હતી.

આ કિસ્સો તમામ લોકો માટે ચેતવણીરૂપ એટલા માટે છે કે   કોઈપણ વ્યક્તિને સોશિયલ મીડિયાની કોઈપણ સાઈટ પરથી અજાણ્યા સ્ત્રી કે પુરુષ સાથે મિત્રતા કેળવાયા બાદ કોઈપણ વ્યક્તિને પોતાના અંગત ફોટો કે વિડિયો શેર ન કરવા તેમજ આવા બ્લેકમેલિંગ કરતા શખ્સને કોઈ પણ પ્રકારની ખંડણી ન આપવી જોઈએ અને જરૂર પડ્યે પોલીસની મદદ મેળવવી જોઈએ.

The post યુવતીના ફોટા, વિડિયો પરિવારજનોને મોકલી, 5 લાખની ખંડણી માંગનારા દિલ્હીનો શખ્સ ઝડપાયો appeared first on My Samachar.

બેંક ખાતામાં વધુ નાણા હોય તો નજર રાખતા રહેવું…
Mysamachar.in-જામનગર:

જામનગર નજીકના ધુતારપર ગામે વસવાટ કરતા અને ખેતીકામના વ્યવસાય સાથે સંકળાયેલ એક ખેડૂતે પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં એક શખ્સ વિરુદ્ધ નાણાકીય વિશ્વાસઘાત કર્યા સબબની ફરિયાદ નોંધાવી છે, જે મામલે શું તથ્ય છે તે અંગે પોલીસે ફરિયાદ લઇને તપાસ હાથ ધરી છે.

ફરિયાદી પરસોતમભાઈ ચનાભાઈ લીંબાસીયાએ પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકે જેમની સામે આરોપ મૂકી ને ફરિયાદ નોંધાવી છે તે ફરિયાદ એવી છે કે ધુતારપર ગામે ફરિયાદી પરસોતમભાઈ તથા તેમની માતા ઉજીબેન ચનાભાઈના નામે જમીન આવેલી છે. તા. 13 નવેમ્બર 2024ના રોજ ફરિયાદી ધુતારપર સ્થિત બેંક ઓફ બરોડામાં ધિરાણ મેળવવા માટે ગયા હતા. ફરિયાદી અને તેમની માતાના ખાતાઓને આધારે કુલ ₹20 લાખનું ધિરાણ મંજૂર કરાવવામાં આવ્યું આ રકમ બાદમાં ફરિયાદીની જાણ બહાર ઉપાડી લેવામાં આવી…!

તે ઉપરાંત ફરિયાદમાં જણાવ્યાનુસાર ફરિયાદીની પત્ની જ્યોત્સનાબેનના બેંક ઓફ બરોડાના બચત ખાતામાંથી પણ તેમની તથા પરસોતમભાઈની જાણ બહાર રકમ ઉપાડવામાં આવી હતી. પોલીસ ફરિયાદ મુજબ, પત્નીના ચેકનો ઉપયોગ કરીને તેમજ અન્ય રીતે આશરે ₹૩ લાખ ઉપાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.આમ જેમની સામે આ ફરિયાદ નોંધાવી આરોપ કરવામાં આવ્યો છે તે દીપેન કુછ્ડીયાએ કુલ ₹23 લાખ અંગત ઉપયોગમાં લઇ ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ બાદ પંચકોશી એ ડીવીઝન પીએસઆઈ એ.આર.પરમાર વધુ તપાસ તજવીજ કરી રહ્યા છે.

The post બેંક ખાતામાં વધુ નાણા હોય તો નજર રાખતા રહેવું… appeared first on My Samachar.

ચંદ્રાવાડા ગામના પુજારીએ કર્યું ગાંજાનું વાવેતર…..
Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. સજુભા હમીરજી જાડેજા તથા કાનાભાઈ માડમને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાબેના ચંદ્રાવાડા ગામના બસ સ્ટેન્ડ પાસે રહેતા અને સેવા પૂજાનું કામ કરતા વિજય વાસુદેવભાઈ રણછોડભાઈ કાપડી ઇસમના રહેણાંક મકાનમાં પોલીસ સ્ટાફે ચેકિંગ કરતા આ શખ્સ દ્વારા પોતાના મકાનના ફળિયામાં ગાંજાનું વાવેતર કર્યું હોવાનું ખુલવા પામ્યું હતું.

આ સ્થળેથી પોલીસે કુલ રૂપિયા 2,35,500 ની કિંમતનો 4 કિલો 710 ગ્રામ ગાંજો કબજે કરી, આગળની તપાસ અર્થે તેનો કબજો કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. જેને અનુલક્ષીને પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

The post ચંદ્રાવાડા ગામના પુજારીએ કર્યું ગાંજાનું વાવેતર….. appeared first on My Samachar.

APK ફાઈલ ડાઉનલોડ કરવી ખેડૂતને આટલા લાખમાં પડી…
Mysamachar.in-જામનગર :

સોશ્યલ મીડિયા અને ઇન્ટરનેટનો જેટલો સદુપયોગ છે તેટલા જ દુરપયોગ કરનારા ઈસમોની સંખ્યા પણ મોટી છે.આવા શાતીર દિમાગના ઈસમો લોકો સાથે સાઈબર ફ્રોડ કરી અને મોટી રકમો જે તે વ્યક્તિઓના ખાતામાં થી તફડાવી લે છે. આવો જ એક ચોકાવનારો અને અન્ય લોકોને આવી ફાઈલો ડાઉનલોડ ના કરવા માટે જાગૃત કરતો કિસ્સો જામનગર જીલ્લામાંથી સામે આવ્યો છે.

પોલીસ રેકોર્ડ પરની વિગતો એવી છે કે ધ્રોલ તાલુકાના હરીપર ગામમાં રહેતા જગદીશભાઈ ઉકાભાઈ ભંડેરી નામના ખેડૂત સાથે સાયબર માફિયાઓએ ઓનલાઈન છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ખેડૂતને અજાણ્યા ઈસમો દ્વારા સોશિયલ મીડિયા પર ‘ફ્રી મુવી’ જોવાની લાલચ આપતી એક શંકાસ્પદ APK ફાઈલની લિંક મોકલવામાં આવી હતી.ખેડૂતના પુત્રએ આ લિંક પર ક્લિક કરી તેને ડાઉનલોડ કરતાની સાથે જ સાઈબર અપરાધીઓ દ્વારા આ તકનો લાભ લઈને ખેડૂતના બેંક ખાતામાંથી કુલ રૂ. 3,58,700 ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા.સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જો કે  આ કિસ્સો મોબાઈલ પર આવતી પર અજાણી લિંક્સ કે ફાઈલ ડાઉનલોડ કરવી કેટલી જોખમી સાબિત થઈ શકે તેનું ઉદાહરણ પૂરું પાડે છે.

The post APK ફાઈલ ડાઉનલોડ કરવી ખેડૂતને આટલા લાખમાં પડી… appeared first on My Samachar.

ઓનલાઈન લાંચ:નાણા ધીરધારનું લાયસન્સ રીન્યુ કરવા માંગી લાંચ
Mysamachar.in-જામનગર:

લાંચિયાઓએ ચોમેર માજા મૂકી છે એકપણ ક્ષેત્ર એવું બચ્યું નથી જ્યાં લેનાર ના હોય…જામનગર એન્ટી કરપ્શન બ્યુરોએ આજે એક ટ્રેપ કરી છે જેમાં લાંચ લેવા સબબ ત્રણ સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને બે ઝડપાઈ ચુક્યા છે., આ અંગેની વિગતો એવી છે કે ફરિયાદીને તેનુ નાંણા ધીરધારનુ (ફાયનાન્સ) લાયસન્સ રીન્યુ કરવા માટે જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી, જામનગરમાં અરજી કરેલ હોય, જે લાયસન્સ રીન્યુ કરી આપવા માટે ફરીયાદી પાસે આક્ષેપીત પ્રજાજન નીલેષ જગદિશચંદ્ર છાપીયાએ એમ.એન.જેઠવા, ઓડીટર ગ્રેડ-૧ (ન.જ.), સહકારી મંડળીઓ, જામનગર અને દિગ્વીજયગીરી ભુપતગીરી ગોસાઇ, સબ-ઓડીટર (કુટીર), જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી, જામનગર વતી 14000 ની લાંચની માંગણી કરેલ..

ફરીયાદી આક્ષેપીત એમ.એન.જેઠવાની કચેરી ખાતે રૂબરૂ મળતા તેવોંએ લાંચની રકમ આક્ષેપીત નીલેશ છાપીયાને આપી દેવા જણાવેલ. બાદ ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન નીલેશ છાપીયાએ એ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ ગુગલ પે થી ઓનલાઇન પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપવા જણાવતા. ફરીયાદીએ ગુગલ પે થી રૂા.14000  ઓનલાઇન મોકલી આપેલ અને લાંચની રકમ મળી ગયેલ હોવા અંગેનુ મોબાઇલ ફોન ઉપર કન્ફોર્મેશન કરેલ

નીલેશ છાપીયાએ દિગ્વીજયગીરી ભુપતગીરી ગોસાઇ, સબ-ઓડીટરને ફરીયાદીનુ લાયસન્સ રીન્યુ કરી આપવાના અવેજ પેટે લાંચની રકમ મળી ગયેલ હોવા અંગેનુ કન્ફોર્મેશન કરાવેલ હોય આમ બન્ને વતી લાંચની રકમ રૂા.14000  ફરીયાદી પાસેથી નીલેશે માંગી, સ્વીકારી ગુન્હાહીત ગેરવર્તણુક કરી ત્રણેય આક્ષેપીતોએ એકબીજાને મદદગારી કરી આરોપીઓએ પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી નીલેષભાઇ જગદિશચંદ્ર છાપીયા અને ) દિગ્વીજયગીરી ભુપતગીરી ગોસાઇ, સબ-ઓડીટર ઝડપાઈ ગયેલ હોય અને જયારે એમ.એન.જેઠવા મળી આવેલ નથી. જેઓને પકડવાની તજવીજ ચાલુ છે.

The post ઓનલાઈન લાંચ:નાણા ધીરધારનું લાયસન્સ રીન્યુ કરવા માંગી લાંચ appeared first on My Samachar.

નદીના પટ્ટમાંથી મોટી માત્રામાં પોલીસને દારુનો જથ્થો મળ્યો ત્રણના નામ ખુલ્યા
Mysamachar.in-જામનગર:

દારૂબંધી વચ્ચે છેક ક્યાંથી ક્યા સુધી દારૂના એકાદ નહિ કેટલાય બોક્સ પહોચી જાય છે અને પકડાઈ જાય ત્યારે પણ કેટલીય વખત માલ મગાવનારા પોલીસને હાથતાળી આપી જાય છે. શેઠવડાળા પીઆઇ આર. બી. સોલંકી તથા સ્ટાફ દ્વારા મળેલી બાતમીના આધારે ગતરાત્રીના જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડી ગામ નજીક નદીના ખુલ્લા પટમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન સ્થળ પરથી રૂા. 20,17,898ની કિંમતની 2917 બોટલ દારૂ તથા રૂા. 4,98,600ની કિંમતના 4986 નંગ ચપલા મળી આવ્યા હતા. જેથી પોલીસે જીજે36 ટી 4535 નંબરનો રૂા. 10 લાખની કિંમતનો ટ્રક અને રૂા. 5 લાખની કિંમતની બોલેરો પીકઅપ વાન તેમજ ટ્રકમાં ભરેલો રૂા. 2,20,500ની કિંમતનો 30 ટન ડેન્ટોનાઇટ પાવડર તથા રૂા. 1 હજારની કિંમતની તાલપત્રી મળી કુલ રૂા. 42,97,998નો મુદામાલ કબ્જે કર્યો હતો.

શેઠવડાળા પોલીસે જામજોધપુર તાલુકાના ભૂપત આંબરડી ગામના ભાયા લખમણ છેલાણા અને ભીમા ભાયા છેલાણા તથા જીજે36 ટી 4535 નંબરના ટ્રક ચાલક સહિતના શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેકટર આર.બી.સોલંકી તથા નવલભાઇ એન. આસાણી, વનિતાબેન પોપટભાઇ સોલંકી, વરજાંગભાઇ કાનાભાઈ કટારા, અર્જુનભાઇ રામાભાઇ ડુવા , રાજવીરસિંહ જગદીશસિંહ પરમાર. માલદેભાઇ લાખાભાઇ બડીયાવદરા નાઓ દ્વારા કરેલ છે.

The post નદીના પટ્ટમાંથી મોટી માત્રામાં પોલીસને દારુનો જથ્થો મળ્યો ત્રણના નામ ખુલ્યા appeared first on My Samachar.

શહેરમાંથી બાઈકો ઉઠાવતા ઇસમો સુધી પહોચી ગઈ B ડીવીઝન પોલીસ
Mysamachar.in-જામનગર:

​જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી બાઈક એકટીવા સહિતની ચોરીઓના બનાવો સામે આવતા હોય છે. અને પોલીસ પણ આવા બાઈકચોરોનું પગેરું દબાવવા કાર્યરત હોય એ દરમિયાન સીટી બી ડીવીઝન પોલીસને વાહનચોરીના ગુન્હા શોધવામાં સફળતા મળી છે તેવું જાહેર થયું છે.પોલીસે વાહન ચોર ટોળકીના બે કીશોર સહિત ત્રણ શખસોને ઝડપી લીધા છે. વાહન ચોરીના 6 ગુનાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને 6 વાહનો કબજે કરવામાં આવ્યા છે.

તાજેતરમાં શહેરના ગુલાબનગર, સાંઢીયા પુલ પાસે આવેલ ભાનુ પેટ્રોલ પંપ નજીકથી ચોરી થયેલ સફેદ કલરનું સ્કુટરની તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્મશાન ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા ત્રણ ઇસમોને અટકાવી પુછપરછ કરવામાં આવી હતી. ​

ઈ-ગુજકોપ સિસ્ટમમાં ચેસીસ અને એન્જિન નંબરના આધારે સર્ચ કરતા વાહનનો રજીસ્ટ્રેશન નંબર મળી આવ્યો હતો. કડક પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ વાહન આશરે દોઢ માસ પહેલાં ગુલાબનગર નજીકથી ચોરી કર્યું હતું. અને આ ત્રણેય ઈસમોએ સાથે મળીને શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી અન્ય ૫ મોટરસાયકલોની પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કુલ 6 મોટરસાયકલ કબ્જે કર્યા છે. આ કેસમાં અલ્તમસ ઉર્ફે મસ્તાન રફીકભાઈ સમા નામના યુવકની ધોરણસર અટકાયત કરવામાં આવી છે, જ્યારે તેની સાથે સામેલ અન્ય બે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોને નોટિસ આપી કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી બી ડીવીઝન પોલીસ ઇન્સ્પેકટર એન.એમ.ગઢવીના માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્કોડના PSI ડી.જી.રાજ તથા એ.એસ.આઈ. મુકેશસિંહ રાણા, રાજેશભાઇ વેગડ, રવિન્દ્રસિંહ જાડેજા, ક્રીપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, જયપાલસિંહ જાડેજા તથા સાજીદભાઈ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, જયદીપસિંહ જાડેજા, નિલેશભાઇ ઠાકરીયા, પ્રહલાદસિંહ જાડેજા, રવીકાંત રાઠૌર, કપીલભાઇ ગુજરીયા દ્વારા કરવામાં આવેલ છે.

The post શહેરમાંથી બાઈકો ઉઠાવતા ઇસમો સુધી પહોચી ગઈ B ડીવીઝન પોલીસ appeared first on My Samachar.