હાલાર - અપડેટ Archives - My Samachar

1990માં જામનગર કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવેલ સોનાની દાણચોરીની ફરીયાદમાં આરોપીઓની જામીન અરજી રદ કરતી ખંભાળીયા કોર્ટ
Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લા સરકારી વકીલ પાસેથી મળતી માહિતી પ્રમાણે  તા.06/12/1990 નાં રોજ જામનગરનાં કસ્ટમ વિભાગને એવી બાતમી મળેલ કે વહાણ નામે એમ.એસ.વી ”સઈફ-અલા” બી.ડી.આઈ-946 દાણચોરીનું સોનું લઈને આવી રહયુ છે. જેથી કસ્ટમ વિભાગના અધિકારીઓ તા06/12/1990 ના રોજ બોટમાં પેટ્રોલીંગમાં નિકળેલ હતા તે દરમ્યાન તા.08/12/1990 ના રોજ સવારે સલાયા પાસે કાળુભાર ટાપુની નજીક એક વહાણ દુબઈથી આવતુ જણાયેલુ જેથી અધિકારીઓ દ્વારા તે વહાણ ઉભુ રાખવા માટે સીગ્નલ આપી વહાણ ઉભુ રખાવવામાં આવેલ અને વહાણને જામનગરનાં નવા બંદરે લઈ જવા જણાવેલ જેથી ખલાસીઓ તથા ટંડેલ વહાણને જામનગર મુકામે લઈ આવેલ તથા કસ્ટમ વિભાગનાં અધિકારીઓ દ્વારા ખલાસીઓ તથા ટંડેલની પુછપરછ કરતા જાણવા મળેલ કે,

વહાણનાં એન્જીન નજીક ડીઝલની ટાંકીમાં દાણચોરીનું સોનું છે. જેથી અધિકારી દ્વારા ખલાસીઓની મદદથી ડીઝલની ટાંકી ખાલી કરાવેલી અને ડીઝલની ટાંકીમાંથી 27 બેલ્ટ અને 7 જેકેટ સોનાનાં બીસ્કીટનાં મળી આવેલા ત્યારબાદ વહાણનાં ટંડેલ અને ખલાસીઓની અંગ જડતી કરવામાં આવેલ અને ટંડેલનાં ખીસ્સામાંથી દસ રૂપીયાની ભારતીય ચલણની નોટ અને એક વિઝીટીંગ કાર્ડ મળી આવેલ અને તેના ઉપર લાધુભાઈ કેશવ લોઢારી, બંદર રોડ, પોરબંદર પ્રિન્ટીંગ થયેલ હતુ તથા ટેલીફોન નંબર લખેલા હતા અને તે આ કેસનાં આરોપી નં.૫ મમુમીયા પંજુમીયા સાથે સંકડાયેલા હતા.

કસ્ટમ વિભાગ દ્વારા દાણ ચોરીનું સોનાનું પંચનામું કરીને ટીન બોક્ષમાં મુકી પંચો, ટંડેલ તથા ખલાસીઓની રૂબરૂમાં સોનું જપ્ત કરવામાં આવેલ. ત્યારબાદ તપાસ દરમ્યાન ગુન્હામાં કુલ 17 આરોપીઓનાં નામ ખુલતા વર્ષ 1992ની સાલમાં કસ્ટમ વિભાગ દ્વારા સોનાની દાણચોરી તથા ગેરકાયદેસર રીતે સોનાની આયાત કરવા અંગે આરોપીઓ વિરૂધ્ધ જામનગરની અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ તથા કેસ ચાલી જતા 17 આરોપીઓ પૈકી મળી આવેલ અમુક આરોપીઓને જે તે સમયે અદાલત દ્વારા દોષિત ઠરાવી સજા કરવામાં આવેલ હતી.

ત્યારબાદ કેસ હાઈકોર્ટ દ્વારા જામનગરની અદાલતમાં રીમાન્ડ થઈ આવતા જયુરીડીકશનનાં કારણોસર કેસ જામનગરની અદાલતમાંથી હાલમાં જામખંભાળીયાની અદાલતમાં ટ્રાન્સફર થતા તે અનુસંધાને અદાલતમાં કસ્ટમ વિભાગનાં સ્પે.પી.પી જમનકુમાર ભંડેરી દ્વારા 17 આરોપીઓ પૈકી 8 આરોપીઓ મમુર્મીયા પંજુમીયા સૈયદ, ઓસમાણ દાઉદ કારા, હુસેન કાસમ સંઘાર, સતાર અબ્બાસ કારા,જાનુસ અબ્દુલ સંઘાર, કાસમ બચુ સંઘાર, રજાક જાકુ મોદી તથા અનવર અયુબ કારા વિરુધ્ધ વોરંટ અરજી આપવામાં આવેલ. જેથી આરોપીઓ દ્વારા અદાલતમાં જામીન અરજી મુકવામાં આવેલી અને તેની સુનવણી થતા સ્પે.પી.પી દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે,

છેલ્લા 27 વર્ષ થી આરોપીઓ ફરારની જેમ વર્તન કરેલ હોય કોર્ટમાં ક્યારેય હાજર રહેલ નથી અને કેસને લંબાવવા એક યા બીજી રીતે ટાળવામાં આવેલ છે તેથી લાંબા કાનૂની વિરામ બાદ એટલે કે, વર્ષ 1992 નાં કેસનાં આરોપીઓ વિરૂધ્ધ કેસ ઓપન થતા જામ ખંભાળીયાના જયુડી.મેજી કોર્ટનાં ન્યાયધીશ એફ.આર.કોઠારીયાએ સ્પે.પી.પી ની દલીલો ગ્રાહય રાખી આરોપીઓની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે. આ કેસમાં કસ્ટમ વિભાગનાં સ્પે.પી.પી તરીકે જમન કે. ભંડેરીએ વધુમાં જણાવ્યું કે આ કેસ રી-ઓપન થયો હોય આગામી સમયમાં વધુ કડાકા ભડાકાના એંધાણ પણ જોવા મળી રહ્યા છે.

The post 1990માં જામનગર કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવેલ સોનાની દાણચોરીની ફરીયાદમાં આરોપીઓની જામીન અરજી રદ કરતી ખંભાળીયા કોર્ટ appeared first on My Samachar.

આદર્શ સ્મશાન (સોનાપુરી)માં ત્રીજી ગેસ આધારિત વિદ્યુત ભઠ્ઠીનો શિલાન્યાસ
Mysamachar.in-જામનગર:

જામનગરના આદર્શ સ્મશાન (સોનાપુરી), નાગેશ્વર રોડ ગત રોજ નવી ગેસ આધારિત ફર્નેસના નિર્માણ માટે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સમાજ સેવક મહાવીર દળ – જામનગર અંતર્ગત સ્મશાન વ્યવસ્થા સમિતિ દ્વારા અંતિમ સંસ્કારની સુવિધાઓ વધારવાના હેતુથી આયોજિત કરાયો હતો. સમાજ સેવક મહાવીર દળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હેઠળ સમાજહિતના કાર્યો સતત કરવામાં આવે છે. આ ગેસ આધારિત ફર્નેસનું નિર્માણ પણ માનવસેવા અને સમાજસેવાના આ અભિગમને વધુ મજબૂત બનાવતું એક મહત્વપૂર્ણ પગલું છે.

શ્રી સમાજ સેવક મહાવીર દળ – જામનગર સંચાલિત આદર્શ સ્મશાન (સોનાપુરી – જામનગર) માં દાતા જોબનપુત્રા પરિવારના ધીરજલાલ ત્રિભોવનદાસ જોબનપુત્રા (જલારામ મેટલ્સ એલોય્) તરફથી માતુ સ્વ. બચુબેન ત્રિભોવનદાસ જોબનપુત્રાના સ્મરણાર્થે ગેસ આધારિત ફરનેશ માટેનું સંપૂર્ણ દાન આપવાની જાહેરાત કરવામાં આવેલ છે. દાતા પરિવાર દ્વારા આ ગેસ આધારિત વિદ્યુત ભઠ્ઠીનો શિલાન્યાસ સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી પ્રવિણાબેન  વાઘેલાના બ્રહ્મા પદે કરવામાં આવેલ.

આ પ્રસંગે દાતા પરિવારના મનુભાઈ જોબનપુત્રા, ધીરજલાલ ત્રિભોવનદાસ જોબનપુત્રા (જલારામ મેટલ્સ એલોય્), હર્ષદભાઈ જોબનપુત્રા, અશોકભાઈ જોબનપુત્રા, કમલેશભાઈ જોબનપુત્રા, મેહુલભાઈ જોબનપુત્રા ઉપરાંત 79ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઇ લાલ, ધીરુભાઈ કનખરા, પૂર્વ ડેપ્યુટી મેયર ક્રિષ્ણાબેન સોઢા, પૂર્વ ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, કોપોરેટર રાજુભાઈ પરમાર, સુભાષભાઈ જોશી, પૂર્વ કોર્પોરેટર હકાભાઈ ઝાલા, સામતભાઇ પરમાર, શશીકાન્તભાઈ મશરૂ,

FMCG એસોસિએશનના પ્રમુખ વ્યોમેશ લાલ, નીરજભાઈ દત્તાણી, નીતિનભાઈ માડમ તથા વિશ્વકર્મા સમાજ સંઘ જામનગર ના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ અમેથિયા, પ્રદેશ મંત્રી ગુજરાત યુવા ભાજપ  કુલદીપસિંહ જાડેજા, જીતુભાઇ ચોવટીયા, પાર્થ સુખપરીયા, આર્કીટેક અંકિત દત્તાણી, રાજીભાઈ અગ્રાવત, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન પ્રમુખ રામજીભાઈ પટેલ તેમજ સમાજ સેવક મહાવીર દળ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી દર્શનભાઈ ઠક્કર, ઉપપ્રમુખ  વિશ્વાસભાઈ ઠક્કર, સહમંત્રી ધવલભાઈ બરછા, કોષાધ્યક્ષ કલ્પેશભાઈ મહેતા, અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો.

The post આદર્શ સ્મશાન (સોનાપુરી)માં ત્રીજી ગેસ આધારિત વિદ્યુત ભઠ્ઠીનો શિલાન્યાસ appeared first on My Samachar.

જામનગરમા કચરાનો ખડકાયેલો ગંજ સળગવાનો એ મામલો ફરી તાજો થયો કારણ કે….
Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલીકા જે અનઅધીકૃત સાઇટ ઉપર નગરનો સોલીડ વેસ્ટ ડમ્પ કરે છે તે મીની ડુંગર જેવા ઢગલાઓમાં થોડા સમય પૂર્વે અકળ કારણોસર આગ લાગી હતી છતા ત્યાં જ ડમ્પીંગ ચાલુ જ છે અને જીપીસીબીના સ્થાનીક અધિકારીઓએ  ઇન્સ્પેક્શન તો કર્યુ પરંતુ રીપોર્ટ ગાંધીનગર ગયો છે ત્યાથી શું સુચના આવે તે રાહ જોવાની છે તે વચ્ચેવધુ એક અપડેટ આ મામલે સામે આવ્યું છે.

જામનગરમાં  સોલીડ વેસ્ટ ડમ્પિંગ સ્થળે આગનો કહેર તો યથાવત રહે છે પરંતુ થોડા સમય પૂર્વે લાગેલ આગ વીકરાળ બની હતી આગ છ દિવસે કાબુમાં આવી હતી જોકે ત્યાર બાદ પણ ધુંધવાયેલો ધુમાડો ચાલુ રહ્યો હતો  કોર્પોરેશનના ફાયર શાખાના પચ્ચીસ જેટલા કર્મચારીઓએ આગ બુઝાવવા 85 જેટલા વોટર ટેન્કરથી પાણીનો મારો ચલાવ્યો ત્યારે આગ કાબૂમાં આવી હતી અને આ આગ ઠારવા દસ લાખ લીટર પાણી વપરાયાનો અંદાજ છે કાળઝાળ ગરમીમાં એક તરફ આગથી પર્યાવરણનુ ગંભીર અને ઇરેપેરેબલ  નુકસાન ઉપરથી અઢળક પાણી વેડફવુ પડ્યુ જેની કોઇ જ પ્રોડક્ટીવીટી ગણી શકાય જ નહી ને?

જો કે આ મામલો ફરી એટલા માટે લોકો સમક્ષ મુકીએ છે કારણ કે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ દરેક રાજ્યોને આદેશ કરવામાં આવ્યા હતા તેમાં જામનગર જિલ્લા માટે પણ સોલીડ વેસ્ટ રૂલ્સ–2026ના અમલીકરણ માટેની ખાસ કમિટી બનાવાઈ છે જેના અધ્યક્ષ હોદાની રુએ જિલ્લા કલેક્ટર છે અંતર્ગત સ્પેશ્યલ સેલની રચના થઈ છે અને આ કચરો સળગવાના મામલે જામનગર જિલ્લા કલેક્ટરે જામનગર કોર્પોરેશનનો ખુલાસો માંગ્યો હોવાનું આધારભૂત સુત્રો જણાવે છે.

કોર્પોરેશન JMC પાસે એક તો, કચરા ગંદકી સહિતના સોલિડવેસ્ટ નાખવા – ડામ્પીંગ કરવા કોઈ સરકાર માન્ય સાઇટ જ નથી આ સમગ્ર મામલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જામનગર દ્વારા થોડા સમય પૂર્વે આ અંગેનો એક રીપોર્ટ વડી કચેરી ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો બાદમાં તાજેતરમાં જ જીલ્લાકક્ષાએ મળેલ સ્પેશિયલ કમિટીની બેઠક બાદ કચરામાં દિવસો સુધી લાગેલ ભીષણ આગ અંગેનો એક અલગથી રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યા બાદ આ અત્યંત ગંભીર મામલે કોર્પોરેશનની બેદરકારી વગેરે મામલે જિલ્લા કલેક્ટરે જામ્યુકો પાસેથી સાત દિવસમાં ખુલાસો માંગતી શો કોઝ નોટીસ પાઠવી જેમાં કચરાની ડમ્પિંગ સાઈટ પર આગ લાગવી અને સોલીડ વેસ્ટ સાઈટ યોગ્ય ના હોવા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. હવે જામનગર મહાનગરપાલિકાનો સોલીડ  વેસ્ટ વિભાગ આ અંગે શું ખુલાસો કલેકટરની ખાસ કમિટી સમક્ષ રજુ કરે છે તે જોવાનું છે.(file image)

The post જામનગરમા કચરાનો ખડકાયેલો ગંજ સળગવાનો એ મામલો ફરી તાજો થયો કારણ કે…. appeared first on My Samachar.

નદીના વહેણમાં વીજપોલ, ઘાસ વિતરણ, વીજળી સહિતના આ મુદ્દ્દાઓ પર MLA હેમંત ખવાએ ઉઠાવ્યા પ્રશ્નો
Mysamachar.in-જામનગર:

જામનગર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંત ખવાએ ઉપસ્થિત રહીને ગ્રામ્ય વિસ્તારના પ્રજાલક્ષી પડતર પ્રશ્નો અને વિવિધ યોજનાઓની ઢીલી કામગીરી અંગે સરકારી અધિકારીઓ સામે અત્યંત આક્રમક રજૂઆતો કરી હતી.

જીલ્લામાં ઓછા વરસાદના કારણે પાણીની અછત ઉભી થઇ છે. ખેડૂતોને સિંચાઈ માટે તો દુરની વાત રહી પણ ગામડાઓમાં પીવાના પાણીની પણ સમસ્યાઓ ઉભી થવા પામી છે. હેમંત ખવાએ સૌની યોજનાના અધિકારીઓને જણાવ્યું હતું કે સૌની યોજનાનું પાણી છોડવા માટે એક સમયપત્રક બનાવવામાં આવે તેમજ હવે પાણી છોડવામાં આવે ત્યારે પહેલા એવા ડેમ કે તળાવ ભરવામાં આવે જ્યાં એકેય વખત પાણી આવ્યું જ નથી. જે-જે ડેમ કે તળાવમાં એક વખત પાણી છોડી ભરવામાં આવ્યા હતા ત્યાં પછી પાણી આપવામાં આવે જેથી બધા ખેડૂતોને સિંચાઈનો કાયદો મળી શકે. સિંચાઈ ઉપરાંત જે-જે ગામડાઓમાં પીવાના પાણીની કટોકટી સર્જાઈ છે ત્યાં પાણીના અન્ય સોર્સ તપાસી આગામી એક વર્ષ માટે જામનગર જીલ્લાનો એક્શન પ્લાન બનાવી અત્યાર થી જ આયોજન કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.

સરકારે ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની જાહેરાત તો કરી દીધી પણ તેની અમલવારી હજુ સુધી કરવામાં આવી નથી તાત્કાલિક અસરથી દસ કલાક વીજળી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. પીજીવીસીએલના અધિકારી દ્રારા આ બાબતે ખેડૂતોને દસ કલાક વીજળી વહેલી તકે મળી રહે તે માટે સત્વરે કાર્યવાહી કરવા ખાતરી આપવામાં આવી હતી.

ચોમાસુ ખેંચાતા ખેડૂતોની સાથે સાથે પશુપાલકો માટે પણ કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે વનવિભાગ દ્રારા કરવામાં આવતા ઘાસ વિતરણ બાબતે પ્રશ્ન રજુ કરી હેમંત ખવાએ જણાવ્યું હતું કે પશુપાલકોને જે ઘાંસની ગાંસડી વિતરણ કરવામાં આવે છે તેમાં વજનની ઘાંટી આવે છે આથી અમુક ગાંસડીઓનું રેન્ડમલી વજન કરવામાં આવે જેથી પશુપાલકોને પુરતું ઘાંસ મળી રહે તેમજ ઘાંસ લેવા માટે હાલમાં પશુપાલકોને દુર સુધી જવું પડે છે. જે બાબતે પશુપાલકોને નજીકના ડેપોએ ઘાંસ મળી રહે તેવી વ્યવસ્થા કરવા રજુઆત કરવામાં આવી હતી.

અમુક ગામડાઓમાં ખાનગી વીજ કંપનીઓ દ્રારા નદીના વહેણને અવરોધ થાય તે રીતે નદીની વચોવચ પોલ ઉભા કરી દાદાગીરીથી કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓને આ કામ તાત્કાલિક બંધ કરાવવા તેમજ નદીની વચ્ચે જે પોલ ઉભા કરવામાં આવ્યા છે તે તાત્કાલિક અસરથી દુર કરવા માટે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. કલેકટર દ્રારા પણ આ બાબતે પ્રાંત અધિકારી લાલપુર તથા સિંચાઈ વિભાગના અધિકારીઓને સંયુક્ત તપાસ કરી પોલ દુર કરવા કડક સુચના આપવામાં આવી હતી.

The post નદીના વહેણમાં વીજપોલ, ઘાસ વિતરણ, વીજળી સહિતના આ મુદ્દ્દાઓ પર MLA હેમંત ખવાએ ઉઠાવ્યા પ્રશ્નો appeared first on My Samachar.

પુખ્ત પુત્ર પર પોતાના વરિષ્ઠ માતા-પિતાનું ભરણપોષણ કરવાની કાનૂની અને નૈતિક ફરજ
Mysamachar.in-જામનગ:

કોઈપણ પુખ્ત પુત્ર પોતાના માતા પિતાનું ભરણપોષણ કરવાની કાનૂની અને નૈતિક ફરજમાં થી બચી શકે નહી તેવો ચુકાદો લાલપુર એસડીએમ ટ્રિબ્યુનલે વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ અધિનિયમ-2007 હેઠળ પીડિત માતાના હિતમાં આપ્યો ન્યાયી ચુકાદો આપતા જણાવ્યું હતું.

જામનગર જિલ્લાના લાલપુર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને મેન્ટેનન્સ ટ્રિબ્યુનલ સમક્ષ ‘માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ, 2007’ તથા ‘ગુજરાત નિયમો, 2009’ હેઠળ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી એસ.જે. અસવાર દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. જામજોધપુર તાલુકાના જામવાડી ગામે રહેતા 83 વર્ષીય વિધવા માતા દિવાળીબેન રવજીભાઈ ખાંટ દ્વારા પોતાના પુત્ર વિનોદ રવજીભાઈ ખાંટ સામે માસિક ભરણપોષણ મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી.

અરજદાર માતાની રજૂઆત અનુસાર, તેઓ વૃદ્ધાવસ્થા, ગોઠણના ઘસારા અને અવારનવાર થતી બીમારીઓથી પીડાય છે તથા ઉપલેટાની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે, પરંતુ તેમની પાસે સ્વ-કમાણી કે જીવનનિર્વાહનું કોઈ સાધન નથી. પિતાની વડીલોપાર્જિત ખેતીની જમીનમાં હિસ્સો મળ્યા છતાં અને અગાઉ થયેલી સમજૂતી છતાં પુત્ર વિનોદ ખાંટે માતાનું ભરણપોષણ કરવા, દવા-સારવાર કે ઓપરેશનનો ખર્ચ ઉપાડવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને પોતાની ફરજમાંથી છટકી તેમની ઉપેક્ષા કરી હતી. આ અંગે પુત્રે પોતાના જવાબમાં વાર્ષિક રકમની સમજૂતી હોવાનો તથા બીજા ભાઈ સુભાષભાઈએ તમામ જવાબદારી સ્વીકારી હોવાનો બચાવ રજૂ કરી માસિક રૂ. 7000 ની માંગણીનો ઈન્કાર કર્યો હતો.

કેસની સંપૂર્ણ સુનાવણી, લેખિત જવાબો અને રજૂ થયેલા પુરાવાઓની સમીક્ષા કર્યા બાદ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસ.જે.અશવારેનોંધ્યું હતું કે કાયદાની કલમ ૪ હેઠળ દરેક પુખ્ત પુત્ર પર પોતાના વરિષ્ઠ માતા-પિતાનું ભરણપોષણ કરવાની કાનૂની અને નૈતિક ફરજ છે. સુપ્રીમ કોર્ટના ‘ઉર્મિલા દીક્ષિત વિરુદ્ધ સુનીલ શરણ દીક્ષિત (2025 INSC 20)’ તથા ગુજરાત હાઈકોર્ટના ‘પરમાર ડાહયાભાઈ હેમાભાઈ વિરુદ્ધ પરમાર પ્રકાશભાઈ ડાહયાભાઈ (2013)’ના ચુકાદાઓનો સંદર્ભ આપતા ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું કે આ એક સામાજિક કલ્યાણકારી કાયદો છે અને જૂની ખાનગી સમજૂતી કે કરારથી પુત્ર પોતાની કાનૂની ફરજમાંથી મુક્ત થઈ શકતો નથી. માતાની ઉંમર, તબીબી સ્થિતિ અને સામાવાળા પુત્રની આર્થિક ક્ષમતા ધ્યાને રાખી લાલપુર ટ્રિબ્યુનલે તારીખ 10 ઓગસ્ટ 2026ના રોજ આદેશ ફરમાવ્યો કે પુત્ર વિનોદ ખાંટે અરજદાર માતા દિવાળીબેનને દર મહિને રૂપિયા ચાર હજારનું ભરણપોષણ ચૂકવવું.

આ રકમ અરજી કર્યા તારીખથી ગણીને દર કેલેન્ડર મહિનાની 10 મી તારીખ સુધીમાં નિયમિત ચૂકવવાની રહેશે તેમજ અરજી દાખલ કર્યા તારીખથી હુકમની તારીખ સુધીની તમામ બાકી ચડત રકમ 30 દિવસની અંદર બેંક ખાતામાં જમા કરાવવાની અથવા રોકડમાં રસીદ સામે ચૂકવવાની રહેશે. જો કોઈ પણ મહિનાનું ભરણપોષણ ચૂકવવામાં ચૂક થશે તો કાયદાની કલમ 11 હેઠળ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલાતનું વોરંટ તથા અન્ય કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

The post પુખ્ત પુત્ર પર પોતાના વરિષ્ઠ માતા-પિતાનું ભરણપોષણ કરવાની કાનૂની અને નૈતિક ફરજ appeared first on My Samachar.

જામનગરમાં એનાલોગ પનીર-ચીઝ-બટર સહિત વાસી ખોરાકનો જથ્થો નાશ કરાયો
Mysamachar.in-જામનગર:

ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ તથા પરિવહન પર મુકાયેલા પ્રતિબંધ અન્વયે જામનગર જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા તા. 06 થી 12 ઓગસ્ટ સુધી કુલ 121 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં 44 કિલો એનાલોગ ચીઝ, 4.5 કિલો એનાલોગ પનીર, 6.5 કિલો અખાદ્ય  પનીર અને તેમજ અન્ય 400 કિલોગ્રામ વાસી ખોરાક મળી અંદાજીત રૂ. 63,100ની કિંમતના અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ અંગેની તપાસ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. જો કોઈ પણ પેઢી કે વેપારી દ્વારા પ્રતિબંધિત એનાલોગ પનીર,એનાલોગ ચીઝ કે એનાલોગ બટરનું ઉત્પાદન, સંગ્રહ,વેચાણ કે પરિવહન કરતા જણાશે તો તેમની સામે કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધિત સર્વેને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

The post જામનગરમાં એનાલોગ પનીર-ચીઝ-બટર સહિત વાસી ખોરાકનો જથ્થો નાશ કરાયો appeared first on My Samachar.

બોલેરો ચાલકે CNG રિક્ષાને મારી ટક્કર, 2 ના મોત, મોટી ખાવડી નજીક બની ઘટના
Mysamachar.in-જામનગર:

જામનગર-ખંભાળિયા હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે, જે અકસ્માત મોટી ખાવડી નજીક મચ્છી માર્કેટ પાસે સર્જાયો હતો. જેમાં મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહને સીએનજી રિક્ષા વચ્ચે થયેલી ટક્કરમાં બે વ્યક્તિના મોત થયા હતા, જ્યારે ચાર અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ ફરિયાદ મુજબ, જીજે-૧૪-ઝેડ-૭૨૨૪ નંબરની મહિન્દ્રા પીકઅપના ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી ચલાવી સીએનજી રિક્ષાને સાઈડમાંથી ટક્કર મારી હતી. ટક્કરના કારણે રિક્ષામાં સવાર રાહુલકુમાર, રિક્ષા ચાલક કરણભાઈ, તેમજ મુસાફરો ઘોનો હેમ્બ્રમ અને તુરી પુર્તિ રોડ પર પટકાયા હતા. આ ઘટનામાં રાહુલકુમારને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ઘોનો હેમ્બ્રમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. અન્ય ઈજાગ્રસ્તોમાં તુરી પુર્તિને માથા અને પગના ભાગે તથા રિક્ષા ચાલક કરણભાઈને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ પીકઅપનો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે મેઘપર (પડાણા) પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

The post બોલેરો ચાલકે CNG રિક્ષાને મારી ટક્કર, 2 ના મોત, મોટી ખાવડી નજીક બની ઘટના appeared first on My Samachar.

જામનગર મેળા: પહેલા હરરાજી…‘સિંગલ ટેન્ડર’ સુધીની ચર્ચા ગરમાઈ
Mysamachar.in-જામનગર

શહેરમાં જાહેર જનતાના મનોરંજન માટે હંમેશા પડકારોનો સામનો કરતી જામનગર મહાનગરપાલિકા દ્વારા જિલ્લા કલેકટર હસ્તકની જમીન પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાતા શ્રાવણી મેળાને આ વખતે ચર્ચા બાદ ટીકા અને બાદમાં રોષના તબક્કાઓ સુધી હવે  પહોચ્યા બાદ પણ ચિત્ર અસ્પષ્ટ હોય મેળાના પ્લોટની હરાજી સામે પણ ‘સેટિંગ’થી માંડીને ‘સિંગલ ટેન્ડર’ સુધીની ચર્ચા બાદ ટીકા અને રોષના ગરમાવાની પૂરી શક્યતા છે જાણકારો જુએ છે. કેમકે જાહેર સેવાનાં ખાનગી આયોજનો ખુલ્લા તો પડ્યા પરંતુ હવે પટ્ટમાં આવી ગયા છે.

મનોરંજન ખાણી પીણી વગેરે મળીને 44 પ્લોટ બાબતે ઓનલાઈન અને ઓફલાઇન ટેન્ડરો મંગાવાયા હતા, પરંતુ ચોક્કસને જ તક મળે તેવી અમુક ટેન્ડર શરતો હોવાની દુકાનદારોમાં ચર્ચાઓ છે. જ્યારે બીજી તરફ પબ્લીકને આ પ્રક્રિયા અંગે કોઈ જ જાણકારી કોર્પોરેશને હજુ સુધી આપી જ નથી. માટે હવે દરેક એન્ગ્લથી આ શ્રાવણી મેળો કાનૂની ઘોંચમાં પડે તેવી સંભાવના છે કેમકે પહેલા ઓનલાઇન બાદ હવે જાહેર હરરાજી ઓનલાઇનમાં સિંગલ ટેન્ડર આવ્યું એટલે હરરાજી કરવાની વાત છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી લોકમેળા-2026ના બાકી રહેલા પ્લોટ માટે હવે બુધવારે ફરી જાહેર હરરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અગાઉના ટેન્ડરમાં સિંગલ ભાવ મળેલા અથવા ભાવ ન મળેલા પ્લોટ માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તા. 1 સપ્ટેમ્બરથી II સપ્ટેમ્બર, દરમિયાન યોજાનારા આ મેળા માટે અગાઉ બંધ કવર અને ઓનલાઈન ટેન્ડર દ્વારા પ્લોટના ભાવ મંગાવવામાં આવ્યા હતા. જેમાં કેટલાક પ્લોટ માટે સિંગલ ટેન્ડર મળ્યા હતા, જ્યારે કેટલાક માટે કોઈ ભાવ મળ્યા ન હતા. ઉપરાંત, જે પ્લોટ માટે એકથી વધુ ટેન્ડર આવ્યા હોય પરંતુ ટેકનિકલી ડિસ્કવોલિફાય થવાથી સિંગલ ટેન્ડર બન્યા હોય તેનો પણ હરાજીમાં સમાવેશ થશે.

જો કે જાણકારોના મત મુજબ મેળામાં પ્રજાજનો આવશે જેઓ  જુદા જુદા સ્ટીલનો લાભ લેશે હવે આ લાભાર્થી કેન્દ્રિત જ  વ્યવસ્થા કરવાની હોય તે મૂળભૂત બાબત છે અને ભાવ નિયંત્રણ રહેશે , ગુણવતા જળવાશે સલામતી માટે જાગૃતતા રહેશે , ગ્રાઉન્ડ  રમણીય રહેશે  વગેરે મુખ્ય શરતો હોઈ શકે છે પરંતુ એના બદલે લાભાર્થી કોઈ ચોક્કસ એકાદ બે જૂથ જ હોવાની વાત વચ્ચે વ્યવસ્થાના વિલંબ થાય છે. જે વ્યવસ્થાઓ સર્જે છે. શક્ય છે કે પ્લોટ ફાળવણી બાદ , જુદી જુદી મંજૂરીઓ બાદ અને વ્યવસ્થાઓ થયા બાદ પણ ઘણા મુદાઓ ઊભા થશે

-સિંગલ ટેન્ડર પર સવાલોનો સળવળાટ

એક જ ટેન્ડર આવ્યું એટલે પ્રક્રિયા પૂર્ણ કરવાની ઉતાવળ કોને દર્શાવી હતી? અને લોકમેળાના પ્લોટની હરાજી પહેલાં સૌથી મોટો સવાલ એ છે કે સિંગલ ટેન્ડર કેમ આવ્યું? એકથી વધુ વેપારીઓએ રસ દાખવ્યો હતો કે નહીં? ટેકનિકલ ડિસક્વોલિફિકેશનના ચોક્કસ કારણો શું હતા? જો એકથી વધુ ટેન્ડર આવ્યા હતા તો બાકીના શા માટે અમાન્ય ઠર્યા? પાલિકા જો આ તમામ વિગતો જાહેર કરે તો જ સિંગલ ટેન્ડરની પ્રક્રિયા સામે ઊભા થતા સવાલોનો અંત આવી શકે.સિંગલ ટેન્ડર પાર્ટીને લાગેલ ટેન્ડર મુદ્દે કાનૂની જંગ પણ થઇ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

-મહાપાલિકાને આવક વધારવી છે કે પ્લોટની ભેટ આપવાની છે?

શ્રાવણી લોકમેળાના પ્લોટમાં મહત્તમ સ્પર્ધા થાય અને મહાનગરપાલિકાને મહત્તમ આવક મળે એ જ જાહેર હિત છે. અગાઉ ભાવ ન મળેલા પ્લોટ માટે હરાજી સમજાય તેવી બાબત છે, પરંતુ સિંગલ ટેન્ડરવાળા પ્લોટને લઈને પણ જો ફરી હરાજી યોજાય તો તમામ વેપારીઓને સમાન તક, ખુલ્લી સ્પર્ધા અને પારદર્શક પ્રક્રિયા અંગે પાલિકાએ સ્પષ્ટતા કરવી જોઈએ. નહીં તો હરાજી સામે પણ ‘સેટિંગ’થી માંડીને ‘સિંગલ ટેન્ડર’ સુધીની ચર્ચા ગરમાવાની પૂરી શક્યતા છે.

-પહેલા ટેન્ડર બાદમાં હરરાજી શા માટે ..? આસી કમિશ્નર મુકેશ વરણવા કહે છે કે…

પહેલી વખત ઓનલાઈન ટેન્ડર થયું અને સિંગલ પાર્ટી ટેન્ડર આવ્યું અને બીજી વખત આ રીતે ઓનલાઈન પ્રક્રિયા (રી-ટેન્ડર) કરીએ તો સમયનો વેડફાટ વધુ થઇ શકે છે. અને લોકોને મેળાનો એટલા દિવસનો લાભ ના મળી શકે તે માટે જાહેર હરરાજીની જાહેરાત કરી પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે તે પણ પારદર્શી જ રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી બાકી થતી ચર્ચાઓ અસ્થાને છે. તેઓએ વધુમાં જણાવ્યું કે અમે જે શરતો રાખી છે તેમાં શરત નંબર 4 સ્પષ્ટ છે કે જો સ્પર્ધાત્મક અને વાજબી ભાવો નહિ આવે તો હરરાજી-રી ટેન્ડરથી ભાવો મંગાવવામાં આવશે અને તેમાં કોઈપણ ટેન્ડરધારક વાંધો ઉઠાવી શકશે નહિ.

The post જામનગર મેળા: પહેલા હરરાજી…‘સિંગલ ટેન્ડર’ સુધીની ચર્ચા ગરમાઈ appeared first on My Samachar.

GAS કેડરના રાજ્યના 144 અધિકારીઓની બદલીઓ, જામનગર અને દ્વારકા જીલ્લામાં કોણ બદલાયું કોણ આવ્યા..?
જામનગર:દેવભૂમિ દ્વારકા:

ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના કુલ 144 ક્લાસ-1 અધિકારીઓની સાગમટે બદલી કરી છે. મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી અને અન્ય વરિષ્ઠ વહીવટી અધિકારીઓને વિવિધ જિલ્લાઓમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ બદલી તાત્કાલિક અસરથી અમલમાં આવશે. બદલીના આદેશ મુજબ અનેક ડેપ્યુટી કલેક્ટરો અને પ્રાંત અધિકારીઓની પરસ્પર બદલી કરવામાં આવી છે. કેટલાક અધિકારીઓને જિલ્લા વિકાસ સાથે જોડાયેલી મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે, જ્યારે કેટલાકને મહાનગરપાલિકા અને જિલ્લા કચેરીઓમાં નવી પોસ્ટિંગ આપવામાં આવી છે. રાજ્ય સરકારનો આ વહીવટી ફેરબદલ જિલ્લા સ્તરે કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. નવી પોસ્ટિંગ બાદ વિવિધ જિલ્લાઓમાં મહેસૂલી અને વહીવટી સેવાઓના સંકલનને વધુ મજબૂતી મળશે.

જો જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની વાત કરવામાં આવે તો….

-જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયાની ડેપ્યુટી કમિશ્નર મોરબી મહાનગરપાલિકા ખાતે બદલી કરાઈ છે.

-જામનગર નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી ડી.એચ.કોટકની પ્રાંત અધિકારી બગસરા ખાતે બદલી કરાઈ છે

-ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે.કરમટાની બદલી અબડાસા પ્રાંત અધિકારી તરીકે થઇ છે

-જામનગર સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર આદર્શ બસરની બદલી ડેપ્યુટી ડાયરેક્ટર સીએમ હેલ્પલાઈન યુનિટ માં થઇ છે

-જામનગર પુરવઠા અધિકારી એસ.ડી.બારડની બદલી ડેપ્યુટી ડીડીઓ અમરેલી તરીકે બદલી થઇ છે

-દ્વારકા જગત મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણની છેક ડેપ્યુટી ડીડીઓ થરાદ ખાતે બદલી થઇ છે

-પ્રાંત અધિકારી ખંભાળિયા તરીકે સંધ્યાબેન હેરમાને મુકવામાં આવ્યા છે

-પ્રાંત અધિકારી જામનગર ગ્રામ્ય તરીકે શાંતીબેન વી.ઢીલા મુકાયા છે

-જામનગર સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેકટર તરીકે પુનમ પરમાર મુકાયા છે

-પ્રાંત અધિકારી ધ્રોલમાં ગૌતમ લોડાલીયા મુકાયા છે

-વી.બી.પટેલને ડેપ્યુટી ડીડીઓ દેવભૂમિ દ્વારકા તરીકે મુકવામાં આવ્યા છે

The post GAS કેડરના રાજ્યના 144 અધિકારીઓની બદલીઓ, જામનગર અને દ્વારકા જીલ્લામાં કોણ બદલાયું કોણ આવ્યા..? appeared first on My Samachar.

દ્વારકામાં બાંધકામો બાબતે મોટે ભાગે શું થાય છે.? અને રિનોવેશનની અરજીઓના ખેલ શું છે.?
Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દ્વારકા નગરપાલિકા મંજૂરીઓના મામલામાં વગોવાયેલી છે, અને માટે જ કદાચ સાચી સ્થિતિનું વર્ણન આપતા ડર અનુભવે છે. જાણકારો કહે છે કે દ્વારકામાં હોટલ સહિતના કોમર્શિયલ બાંધકામોની નિયમ મુજબ ત્રણ માળની મંજૂરી આપી શકાય છે છતાંય વધુ માળ ચણવાની મુકસંમતી નગરપાલિકાના ચોક્ક્સ વ્યક્તિ સાથે “ગોઠવણ” થાય તો મળી જાય છે તેમ ખુદ અમુક બાંધકામ કરનારા અને જોનારાઓમાં ચર્ચા છે.

કેમ કે કાયદા મુજબ  કોમર્શિયલ કૉમ્પ્લેક્સ કે મોટી હોટેલ બનાવવા માટે પ્લોટની સામેનો રસ્તો ઓછામાં ઓછો 12 મીટર (આશરે 40 ફૂટ) કે તેથી વધુ પહોળો હોવો જોઈએ.FSI (Floor Space Index): દ્વારકા જેવા નગરપાલિકા વિસ્તારમાં ઝોનિંગ (Zoning) મુજબ સામાન્ય રીતે 1.5 થી 2.75 સુધીની FSI મળવાપાત્ર થાય છે. આનો અર્થ એ કે પ્લોટના કદના પ્રમાણમાં કેટલા ચોરસ મીટરનું કુલ બાંધકામ કરી શકાય તે નક્કી થાય છે. કોમર્શિયલ બાંધકામમાં કુલ વપરાશના એરિયા (Built-up Area) ના ઓછામાં ઓછા 20% થી 30% જગ્યા માત્ર અને માત્ર પાર્કિંગ માટે અનામત રાખવી ફરજિયાત છે.

ગ્રાઉન્ડ ફ્લોર પર અથવા બેઝમેન્ટ (ભોંયરૂં) બનાવીને પાર્કિંગની સુવિધા આપવી પડે છે.  રસ્તાની પહોળાઈ અને બિલ્ડિંગની ઊંચાઈના આધારે રોડની બાજુએ ઓછામાં ઓછી 3 થી 6 મીટર જગ્યા ખુલ્લી છોડવી પડે છે હવે આ બધી બાબતો મુજબ બંધન કર્યા બાદ જ કમ્પ્લિશન સર્ટિફિકેટ અને બી.યુ.પ્રમોશન મળે છે સાથે સાથે દ્વારકા માં જગતમંદિર સહિત જે જે બીજા પણ પુરાતન રક્ષિત સ્થાન છે તેના 300 મીટર માં તો બાંધકામની જ મનાઈ છે છતાંય કરોળિયાના જાળાની જેમ બાંધકામ વધે છે કેમ?? દરમ્યાન બીજો સ્ફોટક વિષય છે રિનોવેશન અંગેની અરજીઓનો અને ઝોન અંગેનો, તેમજ કમ્પ્લિશન કે બીયુ કેમ લેવાતા નથી અને શુ કામ અપાતા નથી??  દ્વારકાની આ સંવેદનશીલ  સ્થિતિ વિશે નિષ્ણાતોના અવલોકનો મળ્યે  પર્દાફાશ થઈ શકે છે

– કાયદો શું કહે છે ??

દ્વારકા શહેરમાં વેપારી કોમ્પ્લેક્સ, હોટેલ, ગેસ્ટહાઉસ, શોરૂમ અને અન્ય કોમર્શિયલ બાંધકામો ઝડપથી વધી રહ્યા છે. આવા બાંધકામોને મંજૂરી આપતી વખતે ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ અધિનિયમ સંબંધિત  (DCR/GDCR) તથા રાજ્ય સરકારના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. જો મંજૂરી પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન થાય, નકશા કરતાં વધારે બાંધકામ થાય, FSI માં ગેરરીતિ થાય અથવા “વહીવટ” ના આધારે પરવાનગી આપવામાં આવે, તો માત્ર સરકારને જ નહીં પરંતુ ખરીદદારો અને રોકાણકારોને પણ મોટું નુકસાન થઈ શકે છે.

જમીનનું ઝોનિંગ, માલિકીના દસ્તાવેજો, NA સ્થિતિ, મંજૂર બિલ્ડિંગ પ્લાન, પાર્કિંગ વગેરે સાથે વરસાદી પાણી નિકાલ, ગટર અને પર્યાવરણ સંબંધિત નિયમો સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું આ પરવાનગી મંજૂરી, સરકારના પત્ર મુજબ સ્પષ્ટ છે. અને નિયમો મુજબની આ પ્રક્રિયા પારદર્શક રીતે અમલમાં આવે તો ગેરકાયદે બાંધકામ અટકાવી શકાય છે. જો કે, જ્યાં નિયમોના અમલમાં બેદરકારી કે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય ત્યાં શહેરના આયોજન પર લાંબાગાળાની નકારાત્મક અસર પડી શકે છે.

The post દ્વારકામાં બાંધકામો બાબતે મોટે ભાગે શું થાય છે.? અને રિનોવેશનની અરજીઓના ખેલ શું છે.? appeared first on My Samachar.