જામનગર Archives - My Samachar

જામનગર જિલ્લામાં જાહેર રોડ સહિતના કામોની ગુણવત્તા વારંવાર ચર્ચામાં હોવાથી મૂળભૂત પ્રશ્નો વધ્યા
Mysamachar.in-જામનગર

જામનગર જિલ્લામાં  જાહેર માર્ગો અને બિલ્ડિંગોના કામોમાં ગુણવત્તાને લઈને ફરી એકવાર ગંભીર ચર્ચા એ  જોર પકડ્યું છે અને હવે તો અમુક સરકારી વિભાગ જ આ બાબતે ટીકા કરતા સાંભળવા મળે છે કેમ કે  વિકાસના કરોડો રૂપિયાના કામો છતાં ગુણવત્તા અંગે વારંવાર સવાલો ઊભા થતાં સામાન્ય નાગરિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

જો ટેન્ડરથી લઈને કામ પૂર્ણ થાય ત્યાં સુધી ગુણવત્તા નિયંત્રણની સંપૂર્ણ વ્યવસ્થા છે તો પછી નબળા મટીરિયલના આક્ષેપો કેમ થાય છે? ડામર, કપચી, રેતી સહિતના મટીરિયલની ચકાસણી સમયસર થાય છે કે માત્ર કાગળો પૂરતી જ મર્યાદિત રહે છે? સ્થાનિક અધિકારીઓની સાઇટ પરની દેખરેખ કેટલી અસરકારક છે? અને દરેક વખતે ગુણવત્તા નિયંત્રણ વિભાગને મેદાનમાં આવી તપાસ કરવાની જરૂર કેમ પડે છે? સ્થાની કક્ષાએ ગુણવતા પરીક્ષણ માટે કોઈજ સુદ્રઢ વ્યવસ્થાઓ કેમ વિકસતી નથી??

વિકાસ કામોમાં ગેરંટી પિરિયડની જોગવાઈ છે, પરંતુ પ્રશ્ન એ પણ ઊઠે છે કે જો શરૂઆતથી જ કામ ઉચ્ચ ગુણવત્તાનું થાય તો ગેરંટી પિરિયડની જરૂર જ કેમ પડે? ગેરંટી દરમિયાન રોડ બગડે તો ત્યાં સુધી નાગરિકોને થતી માનસિક, શારીરિક અને આર્થિક મુશ્કેલીઓની જવાબદારી કોણ લેશે? શું ગેરંટી પિરિયડનો અર્થ નબળી કામગીરીને બાદમાં સુધારવાની વ્યવસ્થા ગણવી?

સૂત્રોમાં એવી પણ ચર્ચા છે કે કેટલીક જગ્યાએ વર્ક ઓર્ડર એક એજન્સીના નામે હોય છતાં કામગીરી અન્ય કોઈ દ્વારા થતી હોવાના પ્રશ્નો ઉઠી રહ્યા છે. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની વ્યવસ્થા હોવા છતાં તેની અસરકારકતા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. લોકોમાં માંગ ઉઠી રહી છે કે ગુણવત્તા ચકાસણીના તમામ અહેવાલો જાહેર કરવામાં આવે અને જવાબદારી પણ સ્પષ્ટ નક્કી કરવામાં આવે. નિષ્ણાતોનું માનવું છે કે રોડ માત્ર બનાવવા માટે નહીં પરંતુ વર્ષો સુધી સુરક્ષિત અને ટકાઉ રહે તે જ વિકાસની સાચી સફળતા ગણાય.(FIle image)

The post જામનગર જિલ્લામાં જાહેર રોડ સહિતના કામોની ગુણવત્તા  વારંવાર ચર્ચામાં હોવાથી મૂળભૂત પ્રશ્નો વધ્યા appeared first on My Samachar.

ડેવલપમેન્ટ, વપરાશ પરવાનગી, વિકાસ કાર્યોની કાયદેસરતા, અને ગેરકાયદેસર સામે પગલાની કામગીરીનો ટાઉનપ્લાનીંગમાં ધમધમાટ
Mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વર્ષ 2025/26 દરમિયાન શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. અંદાજે રૂપીયા 88 કરોડની વિવિધ વિકાસ કામોની મંજુરીઓ અંતર્ગત આવક થઇ છે જે આ પહેલાના  નાણાકીય વર્ષ કરતા 10% જેટલી વધી હોવાનું આંકડાઓ પરથી ફલિત થાય છે.

જામનગરમા ચોતરફ વિસ્તારો વધે છે જેમાં ક્યાંક ટેનામેન્ટ તો ક્યાંક હાઈરાઈઝ ઇમારતો તે અંતર્ગત બાંધકામ પરવાનગી તેમજ વપરાશ પરવાનગી અને મંજુરી વગરના બાંધકામોને નિયમોનુસાર નિયમીત કરવાની કામગીરીઓનો ધમધમાટ ચાલતો હોય છે. વિકસતા વિસ્તારોમાં કમ્પ્લીશન પહેલા રોડ, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઇન, તેમજ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અંગે ખરાઇ પણ ટીપીઓ કરતા હોય છે. આવી દરેક મંજુરીઓ માટે નિયત ફી વસુલવામાં આવે છે.

આંકડાઓ કહે છે કે ગત નાણાકીય વર્ષ એટેલે કે 1 એપ્રિલ 2025 થી 31 માર્ચ 2026 સુધી માં જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાને  આશરે રૂપીયા 88 કરોડ જેટલી આવક પ્રાપ્ત થઈ હતી, જ્યારે વર્ષ 2026/27 માં પણ નોંધપાત્ર  આવક થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આવકના આધારે શહેરના વિકાસકાર્યોને ગતિ આપવામાં આવી રહી છે. આ આવકએ નગરના લોકો દ્વારા બાંધકામ  વિકાસ  વધ્યાનો માપદંડ ગણાય છે.

મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે,આ તમામ કામો કમિશ્નર દીપેશ કેડિયા અને નાયબ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલાના  માર્ગદર્શન હેઠળ, સીટી એન્જીનિયર ભાવેશ જાનીની દેખરેખ હેઠળ આસીસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફીસર અનિલ  ભટ્ટ અને ઊર્મિલ દેસાઈ સહીત ટીપીઓ શાખાના અધીકારીઓ અને ટીમ દ્વારા હાથ ધરાતા હોય છે.આ કામગીરીમાં ટાઉનનો પ્લાનીંગ મુજબ વિકાસ થાય તે જોવાની મહત્વની જવાબદારી આ બ્રાંચ નિભાવે છે.

-કઈ કઈ મંજૂરીઓ આપવામાં આવી…

નાણાકીય વર્ષ દરમિયાન 39 લેઆઉટ મજુર કરવામાં આવ્યા તો હાઈરાઈઝ અને લો રાઈઝ ઈમારતોમાં ઓનલાઈન 23 મંજૂરીઓ જયારે ઓફલાઈન 21 મંજુરીઓ આપવામાં આવી છે.તો ઈમ્પેક્ટ ફી અંગેની કાર્યવાહીમાં 17 ઓક્ટોબર  2022 થી 31 માર્ચ 2026 સુધીમાં 5042 અરજીઓ મંજુર કરવામાં આવી જયારે કારણો યોગ્ય ના જણાઈ આવતા 7522 અરજીઓ રીજેક્ટ કરી દેવામાં આવી છે.જયારે ઈમ્પેક્ટ અંગેની પેન્ડીંગ અરજીઓની સંખ્યા 1846 છે.

The post ડેવલપમેન્ટ, વપરાશ પરવાનગી, વિકાસ કાર્યોની કાયદેસરતા, અને ગેરકાયદેસર સામે પગલાની કામગીરીનો  ટાઉનપ્લાનીંગમાં ધમધમાટ appeared first on My Samachar.

જામનગર જીલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં મેઘમહેર..ક્યા ગામમાં કેટલો વરસાદ.?
Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જીલ્લામાં ગતરોજ વરસાદી માહોલ યથાવત રહ્યો પણ નોંધપાત્ર કહી શકાય તેવી મેઘમહેર માત્ર બે તાલુકાઓ જામજોધપુર અને કાલાવડમાં જ જોવા મળી..આ બન્ને શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારો પાણી પાણી થઇ ગયા…આજે સવારે 6 કલાકે પૂર્ણ થતા ચોવીસ કલાક દરમિયાન તાલુકા મથકના વરસાદના આંકડાઓ જોડીયામાં 1 ઇંચ, કાલાવડમાં અડધો ઇંચ, લાલપુરમાં પોણો ઇંચ તો જામજોધપુરમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે.

તો ગ્રામીણ વિસ્તારોના PHC સેન્ટરોમાં નોંધાયેલ આંકડાઓ પર નજર કરવામાં આવે તો…કાલાવડના નવાગામમાં 4 ઇંચ, મોટા પાંચ્દેવડામાં 1 ઇંચ વરસાદ તો જામજોધપુર તાલુકાના સમાણા અને શેઠવડાળામાં 3 ઇંચ, જામવાડીમાં 4 ઇંચ, વાંસજાળિયામાં સાડા ચાર ઇંચ, ધુનડામાં સવા ઇંચ, ધ્રાફા અને પરડવામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયાનું સામે આવ્યું છે.

The post જામનગર જીલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં મેઘમહેર..ક્યા ગામમાં કેટલો વરસાદ.? appeared first on My Samachar.

જામનગર:જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ અને સ્વામિત્વ જેવી કામગીરી માટે લોકોએ જીલ્લામથકે ધક્કો ખાવો નહિ
Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટને કારણે જમીન માપણીઓમાં થયેલ ગોટાળાઓ પૂર્ણ થવાનું નામ લેતા નથી…ખુદ મંત્રીઓ, ધારાસભ્યો, પૂર્વ સાંસદ પણ આ વિભાગ બરોબર કામ ના કરતો હોવાની ટકોર ભૂતકાળમાંઅનેક વખત કરી ચુક્યો છે. માટે જ હવે રાજ્યના મહેસુલ વિભાગની સુચના બાદ જમીન દફતર ખાતાની કામગીરીનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે.

નાગરિકોને જમીન દફતર સંબંધિત સેવાઓ માટે જિલ્લા મથક સુધી જવું ન પડે અને તેમના રહેઠાણની નજીક જ ત્વરિત સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જામનગર જિલ્લામાં 7 નવી તાલુકા કક્ષાની કચેરીઓ નીચે દર્શાવેલા નવા સ્થળ અને સરનામે કાર્યરત કરવામાં આવી છે.

1. *જામનગર શહેર:* જમીન દફતર નિરીક્ષક કચેરી જામનગર (શહેર), મોજણી ભવન, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવાસદન, શરૂ સેકશન રોડ, જામનગર.

2. *જામનગર ગ્રામ્ય:* જમીન દફતર નિરીક્ષક કચેરી જામનગર ગ્રામ્ય, સેવાસદન-૩, લાલ બંગલો કંપાઉન્ડ, પ્રથમ માળ, જામનગર.

3. *કાલાવડ:* જમીન દફતર નિરીક્ષક કચેરી કાલાવડ, તાલુકા સેવા સદન, પ્રથમ માળ, ધોરાજી રોડ, કાલાવડ.

4. *ધ્રોલ:* જમીન દફતર નિરીક્ષક કચેરી ધ્રોલ, જૂનું કોર્ટ બિલ્ડિંગ, જોડિયા નાકા પાસે, જોડિયા રોડ, ધ્રોલ.

5. *જોડીયા:* જમીન દફતર નિરીક્ષક કચેરી જોડીયા, તાલુકા સેવા સદન, પ્રથમ માળ, જોડીયા.

6. *લાલપુર:* જમીન દફતર નિરીક્ષક કચેરી લાલપુર, જ્ઞાનદિપ વિદ્યામંદિર, પટેલ શેરી, જૂની શાક માર્કેટ રોડ, લાલપુર.

7. *જામજોધપુર:* જમીન દફતર નિરીક્ષક કચેરી જામજોધપુર, સ્ટેશન પ્લોટ, અંજુ ભગવાનદાસ પારવાણીનું મકાન, મામલતદાર કચેરી સામે, જામજોધપુર.

નવી વ્યવસ્થા અમલી બનતા હવેથી જમીન દફતર ખાતાની તમામ વહીવટી કામગીરીઓમાં વેગ આવશે. અગાઉ નાગરિકોએ પ્રોપર્ટી કાર્ડ માટે સિટી સર્વે કચેરીએ અને જમીન માપણી માટે ડી.આઈ.એલ.આર. કચેરીએ અલગ-અલગ જવું પડતું હતું, તેના બદલે હવે તાલુકા કક્ષાની આ એક જ કચેરીમાંથી જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ, સ્વામિત્વ યોજના સહિતની તમામ સેવાઓ એકસાથે મળી રહેશે.

જામનગર જિલ્લાના તમામ નાગરિકોને જમીન રેકર્ડ, માપણી અને પ્રોપર્ટી કાર્ડ સહિતની વિવિધ સેવાઓનો લાભ લેવા માટે પોતાના તાલુકાની સંબંધિત કચેરીનો સંપર્ક સાધવા કલેક્ટર પી.બી.પંડ્યા દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.સાથે જ સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડ્સ કમ એકત્રીકરણ અધિકારી એચ.એસ. રબારી દ્વારા આ સેવાઓનો સ્થાનિક કક્ષાએ વધુમાં વધુ લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

The post જામનગર:જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ અને સ્વામિત્વ જેવી કામગીરી માટે લોકોએ જીલ્લામથકે ધક્કો ખાવો નહિ appeared first on My Samachar.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી સેનેટની ચૂંટણીમાં બોગસ વોટીંગ કરવાનો એ કેસ, 3 ડોક્ટર 24 વર્ષે નિર્દોષ
Mysamachar.in-જામનગર:

અઢી દાયકા પૂર્વેનો એ ચર્ચાસ્પદ બનેલ કેસ ફરી ત્યારે તાજો જયારે એ કેસમાં સંડોવાયેલ ત્રણ તબીબોને અદાલતે 24 વર્ષની કાનૂની લડત બાદ નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો… આ કેસની વકીલે આપેલ હકિકત એવી છે કે,

ગુજરાત આર્યુવેદીક યુનીવસીર્ટીના મદદનીશ કુલ સચીવ અરવીંદ બારાઈ ધ્વારા જામનગર સીટી ‘બી’ ડીવી.પોલીસ મથકમાં એવી ફરીયાદ નોંધાવેલ કે, 2002 માં ગુજરાત આર્યુવેદીક યુનિવર્સીટીમાં સેનેટની ચુંટણી કે, જે અલગ અલગ જીલ્લામાં યોજાયેલ અને તેમાં મતદાન કરવામાં આવેલ તેમાં ઉમેદવારોએ બોગસ ઓળખપત્રો છપાવી અને અન્યના નામે ખોટું મતદાન કરી અને ચુંટણી જીતવાની કોશીશ કરેલ છે અને આ તમામ ખોટા ઓળખપત્રોના આધારે મતદાન કરેલ, જે મતદાન કાર્ડ મતગણતરી દરમ્યાન મતપેટીમાંથી નીકળતા જે તે વખતે મતદાન કમીટી દ્વારા તેવા ઓળખપત્રો કબજે કરી શીલ કરેલ અને ગુજરાતના 23 સેન્ટર પર આ મતદાન કેન્દ્ર ખોલવામાં આવેલ

જે પૈકી કુલ 171 બોગસ ઓળખપત્રો મળેલ, અને તેથી ગુજરાત આર્યુવેદીક યુનિવર્સીટીએ  વિજીલન્સ ઓફીસરોને તપાસ સોંપેલ અને તપાસના અંતે સેનેટની ચુંટણીના ઉમેદવારી નોંધાવનાર ડો.અક્ષય રમણલાલ સેવક, ડો.સંજય પ્રભુદાસ જીવરાજાની, તથા ડો. નરેન્દ્રકુમાર ઠાકોરદાસ શાહ આ ત્રણ  સામે જામનગર સીટી ‘બી’ ડીવી.પોલીસ મથકમાં બોગસ દસ્તાવેજો બનાવી અને ચુંટણીમાં ગેરરીતી કરી અને ગુનાહીત કાવતરૂ રચવાનો ગુનો નોંધાયેલ અને તેમાં આરોપીઓની અટક કરવામાં આવેલ હતી,

આ કેસ તે સમયે જામનગરમાં ખુબજ ચર્ચાસ્પદ થયેલ અને આ કેસ જામનગરની અદાલતમાં ચાલેલ અને તેમાં આર્યુવેદીક યુર્નીવસીટીના રજીસ્ટ્રાર તેમજ મદદનીશ કુલ સચિવની જુબાની લેવાયેલ, તેમજ તપાસમાં કુલ 63જેટલા સાક્ષી સાહેદોની જુબાની લેવામાં આવેલ, તેમાં અલગ અલગ જીલ્લાના ડોકટર્સ તથા તપાસ કરનાર અધિકારીની પણ જુબાની લેવામાં આવેલ અને 24 વર્ષના લાંબા સમય સુધી આ કાનુની ન્યાની લડત ચાલેલ અને તમામ પુરાવા બાદ આરોપી ડોકટર્સ તરફે દલીલો કરવામાં આવેલ કે, રાજકીય કીન્નાખોરીથી ચુંટણીમાં જીતવા માટે આરોપીઓ ખોટી રીતે સંડોવી દીધેલ છે, અને આ ડોકટર્સ ભવિષ્યમાં પણ ચુંટણીમાં ઉભા ન રહે અને આ આર્યુવેદીક યુનીર્વસીટીના કોભાંડો અને ગે૨રીતિઓ બાબતે કોઈ રજુઆતો ન કરે તેટલા માત્ર આશયથી સંડોવી દીધેલ છે,

આ તમામ રજુઆતો બાદ જામનગરની અદાલત ધ્વારા આરોપીઓને નિર્દોષ ઠરાવી અને છોડી મુકવાનો હુકમ કરેલ છે, આરોપીઓની 24 વર્ષની લડાઈના અંતે ન્યાય મળતા આરોપીઓના પરીવારજનોએ રાહતનો શ્વાસ લીધેલ છે, આ કેસમાં આરોપીઓ ડો.અક્ષય રમણલાલ સેવક, ડો.સંજય પ્રભુદાસ જીવરાજાની, તથા ડો. નરેન્દ્રકુમાર ઠાકોરદાસ શાહ તરફ જામનગરના ખ્યાતનામ  વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરન. કે. પટેલ રોકાયેલા હતા.

The post ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી સેનેટની ચૂંટણીમાં બોગસ વોટીંગ કરવાનો એ કેસ, 3 ડોક્ટર 24 વર્ષે નિર્દોષ appeared first on My Samachar.

જામનગરના યુવા ફિલ્મમેકર કૃશાંગ વડગામાની શોર્ટ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સન્માન
Mysamachar.in-જામનગર:

જામનગરના ફિલ્મમેકર કૃશાંગ વડગામાની શોર્ટ ફિલ્મ *”લોસ્ટ એન્ડ ફાઉન્ડ”*ને વધુ એક મોટી સિદ્ધિ મળી છે. પુણે, મહારાષ્ટ્ર ખાતે યોજાયેલા ગ્લોબલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મને ‘બેસ્ટ ડ્રામા 2026 – શોર્ટ ફિલ્મ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ સમગ્ર ફિલ્મનું શૂટિંગ જામનગરમાં કરવામાં આવ્યું છે. ફિલ્મને અત્યાર સુધી 11થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ઓફિશિયલ સિલેક્શન મળ્યું છે અને વિવિધ મંચો પર પ્રદર્શિત કરવામાં આવી છે.

ફિલ્મમાં જાણીતા ગુજરાતી અભિનેતા સ્વ.જય વિઠલાણીના પુત્ર દર્શ વિઠલાણી, યોગ ધ્રુવે અને સુગ્નેશ ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે કૃશાંગ વડગામાએ એકલા હાથે ફિલ્મના લેખન, દિગ્દર્શન, સિનેમેટોગ્રાફી, એડિટિંગ, ડી.આઈ., સાઉન્ડ ડિઝાઇનિંગ અને પ્રોડક્શન સહિતની તમામ મહત્વની જવાબદારીઓ નિભાવી છે. ફિલ્મ હાલમાં યુટ્યુબ પર ઉપલબ્ધ છે, જેથી દર્શકો તેને નિહાળી શકે છે. ઉપરાંત, કૃશાંગ વડગામા જામનગરના પ્રથમ એવા દિગ્દર્શક બન્યા હોવાનું જણાવવામાં આવે છે જેમની ફિલ્મ IMDb પર નોંધાઈ છે. આ સિદ્ધિ જામનગરના ફિલ્મક્ષેત્ર માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે.

The post જામનગરના યુવા ફિલ્મમેકર કૃશાંગ વડગામાની શોર્ટ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સન્માન appeared first on My Samachar.

રાજ્ય સરકારની 32 મુદ્દાની માર્ગદર્શિકા,જામનગરની તમામ શાળાઓને પણ અમલવારી માટે સૂચના આપતા DEO
Mysamachar.in-જામનગર:

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત અને નવા શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો માટે વિશેષ સેફ્ટી ગાઈડલાઈન જાહેર કરી છે. ભારે વરસાદ, પૂર જેવી પરિસ્થિતિઓ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આગોતરા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

પરિપત્ર અનુસાર, ચોમાસા દરમિયાન સ્કૂલમાં અથવા વિદ્યાર્થીઓ સાથે કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે વરસાદ શરૂ થાય તે પહેલાં તમામ જરૂરી સમારકામની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. સ્કૂલોમાં લટકતા વીજ વાયરો, ઈલેક્ટ્રિક ફિટિંગ્સ, દિવાલો અને છતની મરામત સહિતની કામગીરી સમયસર પૂર્ણ કરવા જણાવાયું છે. જરૂરિયાત મુજબ સ્થાનિક તંત્રની મદદ લેવાની પણ સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ સરકારે સ્કૂલો માટે સેફ્ટી ગાઈડલાઈન જાહેર કરી છે. આચાર્ય-શિક્ષકોને સ્કૂલમાં વરસાદ પહેલા ઇલેક્ટ્રિક સમારકામ સહિતના કામો પૂર્ણ કરવા આદેશ કરાયો છે. દુર્ઘટના ટાળવા લટકતા વાયરો દૂર કરવા, વોટર સ્પાઉટ સાફ કરવા તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અમલ કરવા જણાવાયું છે.

સરકારે સ્કૂલોને છત પરના વોટર સ્પાઉટની સફાઈ કરવા, વધુ પાણી ભરાતી જગ્યાઓ સ્વચ્છ રાખવા, જૂના અને જોખમી ફર્નિચરને દૂર કરવા તેમજ એમસીબી  જેવી સુરક્ષા વ્યવસ્થાઓ કાર્યરત રાખવા જણાવ્યું છે. ઉપરાંત, જોખમજનક વિસ્તારોમાં ચેતવણી દર્શાવતા બોર્ડ લગાવવાના રહેશે.

વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકીઓને લોક મારીને બંધ રાખવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન કોઈ આપત્તિ સર્જાય તો તેનો અસરકારક રીતે સામનો કરી શકાય તે માટે દરેક સ્કૂલમાં સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અમલ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત, સ્કૂલોના નોટિસ બોર્ડ પર સ્થાનિક તલાટી, ડોક્ટર, તરવૈયા, ફાયર બ્રિગેડ સેવા અને એમ્બ્યુલન્સ સહિતના મહત્વના સંપર્ક નંબર લખવા  તાકીદ કરવામાં આવી છે. ભારે વરસાદ અથવા પૂર જેવી સ્થિતિમાં આચાર્ય અને શિક્ષકોને પૂર્વ મંજૂરી વિના મથક ન છોડવા પણ સૂચના આપવામાં આવી છે.

વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જર્જરિત ઓરડાઓમાં કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને બેસાડવા નહીં તેમજ આવા સ્થળે બેરિકેટિંગ અને ચેતવણીના બોર્ડ લગાવવા આદેશ કરાયો છે. શાળાના મેદાનમાં પાણી ભરાઈ ન રહે તેની વ્યવસ્થા કરવી તેમજ શાળા સુધી પહોંચવાના માર્ગ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો તેની જાણ વાલીઓને સમયસર કરવી પડશે.

સરકારના આ પગલાંનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવો અને કોઈપણ પ્રકારની દુર્ઘટના અટકાવવાનો છે.

-જામનગરમાં પણ સૂચનાઓ અપાઈ ગઈ છે:જીલ્લા શિક્ષણાધિકારી:વિપુલ મહેતા

રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અંગે જામનગરમાં શું..? તેના જવાબમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ઇન્ચાર્જ જીલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતાએ જણાવ્યું હતું આવેલ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન થાય તે માટે તમામ શાળાઓ શહેર અને જીલ્લાની જે કોઈ છે તેને આ માર્ગદર્શિકા મોકલી અને કડક પાલન કરવાનો પત્ર પણ પાઠવવામાં આવ્યો છે.

The post રાજ્ય સરકારની 32 મુદ્દાની માર્ગદર્શિકા,જામનગરની તમામ શાળાઓને પણ અમલવારી માટે સૂચના આપતા DEO appeared first on My Samachar.

વરસાદ આવે ત્યારે મનપા કેટલું સજાગ.? કમિશનરે અધિકારીઓ સાથે કરી બેઠક
Mysamachar.in-જામનગર:

ચોમાસું બારણે દસ્તક આપી રહ્યું છે, ભલે ગત 15 દિવસ નોંધપાત્ર વરસાદ નથી રહ્યો પણ ચોમાસાની ઋતુ હજુ બાકી છે ત્યારે જયારે પણ વરસાદ પડે સ્થાનિક તંત્ર એટલે કે જામનગર મહાનગરપાલિકા સંપૂર્ણ સજ્જ હોવી જોઈએ તેવું કમિશ્નરનું માનવું છે અને માટે જ તેવોએ લગત બ્રાન્ચોના અધિકારીઓ સાથે એક ખાસ બેઠક કરી હતી.

આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જામનગર શહેરને વધુ સજ્જ બનાવવા માટે કમિશનર દીપેશ કેડિઆના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને દરેક વોર્ડના એન્જિનિયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા…

બેઠક દરમિયાન શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી પ્રિ-મોન્સૂન કામગીરીની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. ખાસ કરીને સંભવિત વોટર લોગિંગ સ્પોટ્સ, ડ્રેનેજ વ્યવસ્થા, સ્ટોર્મ વોટર નેટવર્ક અને વરસાદી પાણીના ઝડપી નિકાલ અંગે વિસ્તૃત સમીક્ષા અને આયોજન કરવામાં આવ્યું હતું..ચોમાસા દરમિયાન જામનગરના નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે અને તેમને વધુ સારી સુવિધા તથા રાહત મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે કમિશનરે અધિકારીઓને તમામ તૈયારીઓ આટોપી લેવા સૂચનાઓ આપી હતી.

The post વરસાદ આવે ત્યારે મનપા કેટલું સજાગ.? કમિશનરે અધિકારીઓ સાથે કરી બેઠક appeared first on My Samachar.

SGST હજુ સખ્ત કાર્યવાહી કરશે, બોગસ બિલિંગના માસ્ટરમાઈન્ડ ભૂગર્ભમાં ભલે ઉતરી ગયા પણ…..
Mysamachar.in-જામનગર:

જામનગરમાં જીએસટીમાં કૌભાંડ કરનારાઓ પર ગાળિયો વધુ મજબુત થઇ રહ્યો છે, ભલે આવા કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી જાય પણ જીએસટી વિભાગે આવા કૌભાંડીઓને કઈ રીતે સકંજામાં લેવા તેનું હોમવર્ક પૂર્ણ કરી લીધું છે અને આગામી દિવસોમાં મોટા કડાકા ભડાકાની સંભાવનાઓ એસ.જીએસટી વિભાગ સાથે સંકલાયેલ આધારભૂત સુત્રો માહિતી આપતા જણાવે છે કે…

જામનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચાલતા બોગસ બિલિંગના સંગઠિત નેટવર્ક સામે રાજ્ય વેરા વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.સમગ્ર કાર્યવાહી દરમિયાન 20થી વધુ સ્થળોએ એકસાથે સર્ચ, દસ્તાવેજોની ચકાસણી અને ડિજિટલ પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન એક પછી એક ફર્મોની કડીઓ ખુલતી જતા વધુ શંકાસ્પદ ફર્મો સામે આવી હોવાનું જાણવા મળે છે.

અનેક સ્થળોની સ્પોટ વેરિફિકેશન દરમિયાન વ્યવસાયનું વાસ્તવિક અસ્તિત્વ ન મળતા ઘણી ફર્મોને Non-Genuine Taxable Person (NGTP) તરીકે ગણવા યોગ્ય પુરાવાઓ મળી આવ્યા છે.અનેક ફર્મોના દસ્તાવેજી માલિક અલગ હોવા છતાં વાસ્તવિક કામગીરી અન્ય વ્યક્તિઓ દ્વારા સંચાલિત થતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

તપાસ દરમિયાન અનેક ડિજિટલ ડેટા, મોબાઇલ, કમ્પ્યુટર અને હિસાબી દસ્તાવેજોની પણ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. સંડોવાયેલા વ્યક્તિઓની મિલકતો અંગેની વિગતો સબ-રજિસ્ટ્રાર કચેરી, આવકવેરા વિભાગ તથા અન્ય સરકારી સ્ત્રોતોમાંથી એકત્ર કરવામાં આવી રહી છે. જેના આધારે આગામી સપ્તાહ દરમિયાન કરોડો રૂપિયાની મિલકતો પર Attachmentની કાર્યવાહી શરૂ થઈ શકે છે.

તો કેટલાક સંડોવાયેલા કૌભાંડીઓ દ્વારા મિલકતો અન્યના નામે ટ્રાન્સફર કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની માહિતી મળી છે. આવા તમામ વ્યવહારો ઉપર રાજ્ય વેરા વિભાગ સતત નજર રાખી રહ્યું છે. જો તપાસથી બચવા માટે મિલકતોના ટ્રાન્સફરનો પ્રયાસ કરવામાં આવશે તો તેવા વ્યવહારો સામે પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.

તપાસમાં એક સામાન્ય Modus Operandi સામે આવ્યો છે, જેમાં માલ એક જગ્યાએથી ખરીદવામાં આવે છે જ્યારે ઇન્વોઇસ અન્ય બોગસ ફર્મોમાંથી મેળવી ખોટી રીતે ITC પાસ કરવામાં આવે છે. Mandovara Trading Co. સાથે સંકળાયેલા પિતા-પુત્રની ધરપકડ બાદ સમગ્ર નેટવર્ક અંગે મહત્વપૂર્ણ માહિતી વિભાગને મળી છે.આ તપાસમાંથી મળેલા ઇનપુટના આધારે અન્ય કેટલાક મોટા બોગસ બિલિંગ રેકેટ્સ પણ વિભાગની નજરમાં આવ્યા છે, જ્યાં ટૂંક સમયમાં કાર્યવાહી થઈ શકે છે.

બ્રાસ ઉદ્યોગમાં હાલ “કાચા હિસાબથી વ્યવહાર” કરવાની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ વિભાગ આવા તમામ વ્યવહારો પર સતત ટેકનિકલ તથા ફીલ્ડ લેવલ મોનિટરિંગ કરી રહ્યો છે. હવે માત્ર બોગસ GST નોંધણી રદ કરવા પૂરતું નહીં, પરંતુ મોટા પાયે ITC Block, બેંક ખાતાઓ પર કાર્યવાહી, મિલકત Attachment તથા બોગસ બિલો લેવા વાળા વેપારીઓ સુધી તપાસનો વ્યાપ વધારવાની તૈયારી કરવામાં આવી રહી છે.Nઅધિકારીક સુત્રો કહે છે રાજ્ય વેરા વિભાગ આગામી સમયમાં બોગસ બિલિંગ સામે વધુ આક્રમક અભિયાન હાથ ધરશે અને સમગ્ર રાજ્યમાં આવા નેટવર્ક સામે સઘન કાર્યવાહી ચાલુ રહેશે.

The post SGST હજુ સખ્ત કાર્યવાહી કરશે, બોગસ બિલિંગના માસ્ટરમાઈન્ડ ભૂગર્ભમાં ભલે ઉતરી ગયા પણ….. appeared first on My Samachar.

10 દિવસ વરસાદ પાછળ ગયો ત્યાં મનપાનું પાણી મપાઈ ગયું….!
Mysamachar.in-જામનગર:

સામાન્ય રીતે ગુજરાતમાં 15 જુન આસપાસ સતાવાર વરસાદી મોસમનો પ્રારંભ થઇ જતો હોય છે પણ આ વખતે દસેક દિવસ ચાલ્યા ગયા પણ વરસાદ નોંધાયો નથી ત્યાં તો મનપાનું પાણી મપાઈ ગયું છે, કારણ કે મનપાએ એક પ્રેસનોટ જાહેર કરી અને પાણી બચત અંગેનો સંદેશો આપી દીધો છે.

જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની અખબાર યાદી દ્વારા જણાવવામાં આવે છે કે, જામનગર શહેરને પાણી પૂરું પાડતા ઉંડ-૧ ડેમ, સસોઈ ડેમ તથા આજી-૩ ડેમ માં ફક્ત 31 જુલાઈ સુધીનો પાણી પુરવઠો હાલે ઉપલબ્ધ છે ચાલુ સાલે અલ-નીનો પરિસ્થિતિઓ અને સંભવિત વિલંબિત ચોમાસા અથવા ઓછી માત્રામાં વરસાદ પડવાની શકતાને ધ્યાનમાં રાખીને ઉનાળાની પરિસ્થિતિ દરમિયાન પાણીની માંગમાં ઊભી થતી કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરી તૈયારી જાળવી રાખવા અને પાણી માટેનો એક્શન પ્લાનને ધ્યાને રાખી પાણીની બચત કરવાના હેતુસર જામનગર શહેરમાં હાલે કુલ 12 ઝોન પૈકી 6 ઝોનમાં દૈનિક પાણી વિતરણ ચાલુ છે તેમાં નવા પાણીની આવક ન થાય ત્યાં સુધી તમામ ઝોનમાં એકાંતરાના ધોરણે પાણી વિતરણ કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

ઉપરાંત એમ.ઈ.એસ/ડીફેન્સ ને સપ્લાય થતા પાણીના જથ્થામાં ૨૦% કાપ મુકવાનું નક્કી કરેલ છે. તદુપરાંત વરસાદમાં વિલંબના સંજોગોમાં પણ શહેરીજનોને પીવાના પાણી મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા ઉક્ત ત્રણેય ડેમ મળી કુલ ૫૦૦ એમ.સી.એફ.ટી રો-વોટર સૌની યોજના મારફત ડેમમાં ઠલવાય તેવું આયોજન કરવામાં આવેલ છે.

શહેરમાં નવી ડેવલોપ થઇ રહેલ સોસાયટીઓમાં  નવા પાણીના જોડાણ આપવાની કામગીરી હાલે પુરતી સ્થગિત રાખવાનું નક્કી કરેલ છે. માપાણી પૂરું પાડતા તમામ ડેમોમાં ચોમાસા દરમ્યાન વરસાદ આવ્યા બાદ ડેમમાં નવા પાણીની પુરતી થયા બાદ સ્ટેપ બાય સ્ટેપ દૈનિક પાણી વિતરણ ફરીથી ચાલુ કરવામાં આવશે.

આમ હાલની પરિસ્થીતીને ધ્યાને રાખી ડેમમાં ઉપલબ્ધ જ્ત્થામાં બચત થાય તેવા હેતુસર તમામ ઝોનમાં એકાંતરા પાણી વિતરણમાં આવશે જેનું સીડ્યુલ અને સમય અગાઉના પાણી વિતરણ મુજબનું રહેશે.આ અખબારી યાદી પર લોકોમાં ચર્ચા છે કે દસ દી મોડો વરસાદ થયો ત્યાં મનપાનું પાણી મપાઈ ગયું…!?

જયારે દૈનિક પાણી વિતરણની જાહેરાત કરવાની હતી એટલે કે ત્યારે જસ લેવાનો હતો ત્યારે તત્કાલીન મેયરે જાહેરાત કરી હતી પણ હવે જયારે પાણીકાપની જાહેરાત કોઈ પદાધિકારીએ નહિ પણ વોટર વર્કસ વિભાગે આ જાહેરાત કરવાની ફરજ પડી છે.

The post 10 દિવસ વરસાદ પાછળ ગયો ત્યાં મનપાનું પાણી મપાઈ ગયું….! appeared first on My Samachar.