વિડીયો Archives - My Samachar

CCTV:સડસડાટ આવી કાર અને દુકાનમાં ઘુસી ગઈ, ઓટલા પર સુતેલ વૃદ્ધનું મોત
Mysamachar.in-ગીર સોમનાથ:

હાથમાં લકઝરી કાર આવે એટલે રફતારના રાજાઓ લીવર પર પગ મૂકી જ દે છે અને અકસ્માતો સર્જે છે આવી જ વધુ એક ઘટના ગીર સોમનાથ જીલ્લાના ઉનામાં સામે આવી જ્યાં ઉના શહેરમાં ખાઉગલી પાસે આવેલા નાઘેર પાંઉભાજીની દુકાનમાં વહેલી સવારે કારચાલકે કાબૂ ગુમાવી દેતા ધડાકાભેર કાર દુકાનમાં ધૂસી ગઈ હતી. દુકાન બહાર સૂતેલા એક વૃદ્ધ ઉપર કાર ફળી વળતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અમદાવાદ રહેતો પરિવાર રાત્રિના કાર નં. GJ-06-PR-2526માં નીકળ્યો હતો અને ઉનાથી દીવ તરફ જઇ રહ્યા હતા. ત્યારે આ ઘટના બની હોય તેમ માનવામાં આવી રહ્યું છે, આ કારમાં એક જ પરિવારનાં બાળકો સહિત ચાર જેટલા વ્યક્તિઓ સવાર હતા. કાર એટલી બધી સ્પીડમાં હતી કે અકસ્માત સર્જાતા કારની અંદર એરબેગ પણ ખૂલી ગઇ હતી. સમગ્ર ઘટનાનો CCTV વિડીયો અહી મુક્યો છે આપ તેને જોઈ શકો છો.

The post CCTV:સડસડાટ આવી કાર અને દુકાનમાં ઘુસી ગઈ, ઓટલા પર સુતેલ વૃદ્ધનું મોત appeared first on My Samachar.

Audio viral:જામનગરના ધારાસભ્ય રિવાબાને એક ક્ષત્રિય મહિલાએ સુણાવ્યું કે…
Mysamachar.in-જામનગર:

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં રૂપાલા વિરોધ અને રૂપાલા વિવાદ એક જ મુદાનો કાર્યક્રમ બની ગયો છે. સમગ્ર રાજ્યનો ક્ષત્રિય સમાજ રૂપાલા મામલે એકજૂથ છે અને, કોઈ પણ સંજોગોમાં રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક માટેની ઉમેદવારી રદ્દ કરાવવા માટે ભાજપા પર પાવરફૂલ દબાણ લાવવામાં આવી રહ્યું છે. સામા પક્ષે વિવાદીત નિવેદન છતાં ભાજપા રૂપાલાને ચૂંટણી લડાવવા મક્કમ હોય, આ જંગ હાલ તો બરાબરીનો જંગ દેખાઈ રહ્યો છે.

દરમિયાન, જે ક્ષત્રિય નેતાઓ ભાજપામાં છે અને સમાજની સાથે રહેવાને બદલે પક્ષ સાથે રહે છે તે નેતાઓ ક્ષત્રિય સમાજના રોષ અને આક્રોશનું નિશાન બની રહ્યા છે. આ પ્રકારના નેતાઓ મીડિયામાં ‘ભાજપૂતો’ તરીકે ચીતરાઈ રહ્યા છે. આ દરમિયાન, બે દિવસથી એક ઓડિયો ક્લિપ સમગ્ર ગુજરાતમાં ભારે વાયરલ છે. આ ક્લિપમાં એક મહિલા, ભાજપાના મહિલા ધારાસભ્ય રિવાબા જાડેજાને સંબોધીને પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. આ ક્લિપમાં બોલી રહેલાં મહિલા કોણ છે, તેનો કોઈ ખુલાસો હજુ સુધી બહાર આવ્યો નથી, આ મહિલા પોતાને ક્લિપમાં રાજપૂત મહિલા તરીકે રજૂ કરે છે અને, રિવાબાને રાજપૂત સમાજ સંબંધે ભાષણ અને સલાહ આપી રહ્યા છે અને સાથે પ્રશ્નો પણ પૂછી રહ્યા છે. Mysamachar.in આ ઓડિયો ક્લિપની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. આ ઓડિયો ક્લિપ અંગે સોશ્યલ મીડિયામાં પણ ભારે ચર્ચાઓ છે.

આ ઓડિયો ક્લિપમાં એક મહિલા રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાને સંબોધીને બોલે છે: તમે ગામડે ગામડે મહિલા સશક્તિકરણ માટે સૌને જાગૃત કરતાં હતાં. મહિલાઓ જાગૃત થઈ ગઈ છે. તમે અત્યારે, બધે જ રૂપાલા વિવાદ ચાલી રહ્યો છે ત્યારે, ક્યાં ખોવાઈ ગયા છો. ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ આજે સમાજની અસ્મિતા માટે રોડ પર ઉતરી પડી છે ત્યારે, સમાજના દીકરી તરીકે તમારૂં લોહી તપતું નથી  ? આપણે સૌ સમાજથી ઉજળા છીએ, રાજકીય પક્ષથી નહીં. પક્ષ તો આજે છે, કાલે નથી. સમાજ કાયમી છે. પાર્ટીને જયારે તમારાંથી બળવાન ઉમેદવાર મળી જશે ત્યારે, પાર્ટી તમને રાતોરાત બિસ્તરા લઈને હાલતાં કરી દેશે.

આ મહિલાએ ક્લિપના અંતમાં કહ્યું છે કે, સમાજની બેન દીકરીઓ આજે જ્યારે રોડ પર આંદોલન કરી રહી છે ત્યારે, તમે જે પદ પર બેઠાં છો ત્યાંથી સમાજમાં સેવા યોગદાન તો આપો….અત્રે ઉલ્લેખનિય છે કે, હાલારમાં ખંભાળિયા, ભાણવડ, લાલપુર, કલ્યાણપુર એમ તમામ તાલુકાઓમાં ક્ષત્રિય સમાજમાં રૂપાલાના વિવાદીત નિવેદનનો ભારે વિરોધ હોય, હવે ભાજપાના ક્ષત્રિય નેતાઓ પણ મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે.

અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જામનગરના રાજવી જામસાહેબ દ્વારા પણ ક્ષત્રિય સમાજને એક થવા અને સમાજને નુકસાન પહોંચાડનારને ચૂંટણીઓમાં હરાવવા હાકલ કરવામાં આવી છે. આ નિવેદનને પણ સમગ્ર હાલારમાં ભારે મહત્વપૂર્ણ લેખવામાં આવી રહ્યું છે. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના રાજવી પરિવારો રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજની સાથે હોવાના અહેવાલો પણ આ અગાઉ આવી ચૂક્યા છે.

The post Audio viral:જામનગરના ધારાસભ્ય રિવાબાને એક ક્ષત્રિય મહિલાએ સુણાવ્યું કે… appeared first on My Samachar.

VIDEO:જામનગર:ભાજપાના કાર્યક્રમમાં રૂપાલા હાય હાય ના નારા…
Mysamachar.in-જામનગર:

જામનગરમાં ભાજપાના કાર્યક્રમોમાં કાયમ એકદમ શાંતિ અને શિસ્તના દર્શન થતાં હોય છે, પરંતુ કાલે અચાનક એક જાહેર કાર્યક્રમમાં મહિલાઓએ નારા લગાવતા પક્ષના આ ચૂંટણી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ અચરજમાં મૂકાઈ ગયા હતાં. આ કાર્યક્રમમાં પક્ષના વરિષ્ઠ મહિલા નેતા- પૂર્વ મંત્રી પણ ઉપસ્થિત હતાં.

જામનગરમાં કાલે મંગળવારે ભાજપા દ્વારા લોક સંપર્ક માટેનો એક ચૂંટણી સંબંધિત કાર્યક્રમ શહેરના વોર્ડ નંબર પાંચમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા, કિસાન મોરચા પ્રદેશ મહામંત્રી સુરેશ વસરા, શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા અને પૂર્વ મેયરો બિનાબેન કોઠારી અને અમીબેન પરીખ તથા વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. મોદી પરિવાર કી સભા નામનો આ કાર્યક્રમ શરૂ થયો ત્યાં જ, કેટલાંક મહિલાઓ અચાનક, પોલીસની હાજરીમાં જ, કાર્યક્રમમાં ધસી આવ્યા અને રૂપાલા હાય હાય ના નારા ઉંચા અવાજે પોકારાયા,

આથી ભાજપાના સૌ અગ્રણીઓ છોભીલા પડી ગયા હતાં અને માઈક પરથી આ સભામાં એમ પણ કહેવાયું કે, પોલીસ…આને પકડો….આ બબાલનો વીડિયો વાયરલ થતાં જામનગરમાં ચકચાર મચી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે પક્ષના કાર્યાલયના ઉદઘાટન વખતે પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં રાજપૂત સમાજના યુવાનોએ ખુરશીઓ ઉડાડી રૂપાલા હાય હાય ના નારા લગાવ્યા હતાં. આમ, સમગ્ર હાલારમાં ચૂંટણીઓ ટાણે ભાજપાના કાર્યક્રમોમાં બબાલ થતી હોય, પક્ષમાં નવાજૂનીની ભીતિ સેવાઈ રહી છે. જામનગર શહેરમાં ચૂંટણી કાર્યક્રમમાં થયેલી આ બબાલમાં રાજપૂત સમાજના મહિલાઓ હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે, વિરોધ કરનારા મહિલાઓએ સ્ટેજ પર પહોંચી ખુરશીઓ ઉઠાવી લીધી હતી. જેથી આ કાર્યક્રમમાં દોડધામ મચી ગઈ હતી.

The post VIDEO:જામનગર:ભાજપાના કાર્યક્રમમાં રૂપાલા હાય હાય ના નારા… appeared first on My Samachar.

જામનગર:મોરકંડા નજીક દીપડો ફરતો હોય તેવા દ્રશ્યો CCTVમાં કેદ થયા
Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જીલ્લાના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પશુઓ જંગલ છોડી અને પશુઓ બહાર વારંવાર દેખાઈ રહયાનું સામે આવી રહ્યું છે, આવું જ વધુ એક વખત જામનગર શહેર નજીક બન્યું છે, જામનગર નજીક આવેલ મોરકંડા ગામના વાડી વિસ્તારમાં કેટલાક લોકો કામ કરી રહ્યા હતા ત્યારે પાછળથી દીપડો પસાર થયાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે જેનાથી આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જો કે આ અંગેની જાણ જામનગર વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા આ અંગેની જરુરી કાર્યવાહીઓ કરવામાં  આવી રહી હોવાનું જાણવા મળે છે.

The post જામનગર:મોરકંડા નજીક દીપડો ફરતો હોય તેવા દ્રશ્યો CCTVમાં કેદ થયા   appeared first on My Samachar.

Video: દ્વારકા… ગૃહમંત્રી મહાઆરતી, ભીડ, આખલો અને નાસભાગ…
Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

યાત્રાધામ બેટદ્વારકા ખાતે આવતીકાલે 25મીએ વડાપ્રધાન આવી રહ્યા છે, વડાપ્રધાન દ્વારકામાં સભા પણ સંબોધવાના છે અને જગતમંદિરે દર્શન પણ કરવાના છે, એ સંદર્ભે છેલ્લા કેટલાંક દિવસોથી એવો પ્રચાર કરવા-કરાવવામાં આવી રહ્યો છે કે, તમામ તંત્રો રાતદિવસ જોયા વિના ભારે તૈયારીઓ કરે છે, સલામતી અને સુરક્ષા વ્યવસ્થા પણ ટનાટન ગોઠવવામાં આવી છે. આ બધાં જ પ્રચારનો ફુગ્ગો કાલે શુક્રવારે ફૂટી ગયો. એક આખલાએ મચાવેલી દોડધામને કારણે બધાં જ ઉઘાડા પડી ગયા અને ખાસ કરીને નગરપાલિકા કેવી રીતે કામ કરી રહી છે, એ વધુ એક વખત બહાર આવી ગયું. પાલિકા તંત્ર માત્ર વાતો જ કરી રહ્યું છે, આ હકીકત રેકર્ડ પર આવી ગઈ, વધુ એક વખત.

શુક્રવારે દ્વારકાના ગોમતીઘાટ પર ( જયાં દીવડાં પ્રગટાવી સૌ હરખાયા હતાં, વોટર પ્રોજેકશન શો અને લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજી સૌ હરખાયા હતાં) એક આખલાએ સાબિત કરી દીધું કે, તમારી સઘળી વ્યવસ્થાઓ ખોખલી અને દેખાડો છે.ગોમતીઘાટ પર મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ હાજરી આપી હતી, આ કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે, આ મોટી ભીડ વચ્ચે એક આખલો ધસમસતો આવી ચડ્યો અને નાસભાગ મચી ગઈ, સદનસીબે એવી દોડધામ ન થઈ કે કોઈનો જિવ જાય પરંતુ એ સાબિત થઈ જ ગઈ કે,  સઘળી વ્યવસ્થાઓ ઉપરછલ્લી છે, કશુંક અચાનક બની જાય તો કોઈ કશું કરી શકે નહીં, સૌ ઘાંઘાવાંઘા બની રહે. ખાસ કરીને આ ઘટનામાં દેખાયું કે અઠવાડિયાથી રખડતાં પશુઓના નિયંત્રણ મામલે દોડધામ દેખાડતી દ્વારકા નગરપાલિકા બોદી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, દ્વારકા પાલિકા વર્ષોથી બોદી જ છે, શહેરમાં ગંદકી, દબાણ અને અવ્યવસ્થાઓ તેના બોલતાં પુરાવાઓ છે. શુક્રવારે આખલો કાર્યક્રમ સ્થળ નજીક ઘૂસી ગયાની બેદરકારીનો વાયરલ થયેલો વીડિયો ઘણું કહી જાય છે. જવાબદારો સૌ આ મુદ્દે ચૂપ છે. યાત્રાધામ દ્વારકા શહેરમાં રખડતાં પશુઓનો ભયાનક ત્રાસ કોઈના પણ માટે નવી વાત નથી, શુક્રવારની ઘટનામાં તો IG સહિતના અધિકારીઓએ પણ નાસભાગ વખતે વ્યવસ્થાઓ જાળવવા કસરત કરવી પડી તે જ દર્શાવે છે કે, ગૃહમંત્રીની હાજરીમાં આટલો મોટો જાહેર કાર્યક્રમ હોય ત્યાં પણ તંત્રો કોઈ જ પૂર્વ તૈયારીઓ કરતાં નથી અથવા આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા તેઓ સજ્જ અને સક્ષમ નથી.

The post Video: દ્વારકા… ગૃહમંત્રી મહાઆરતી, ભીડ, આખલો અને નાસભાગ… appeared first on My Samachar.

જામનગરના મહિલા સેલિબ્રિટી MLA સંબંધિત વિવાદ શમવાનું નામ લેતો નથી
Mysamachar.in-જામનગર:

ભારતીય ક્રિકેટ ટીમના આધારભૂત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય એક કરતાં વધુ વખત વિવાદોમાં કથિત રીતે સપડાયા હોય, તેઓનું નામ ગુજરાત જ નહીં દેશભરમાં જાણીતું બની ચૂકયું છે, એમાં પણ તાજેતરનો તેઓનો પારિવારીક વિવાદ તો નેશનલ લેવલે મીડિયા માટે મુદ્દો બની જતા ચર્ચાઓમાં રહ્યો છે.

જામનગર જિલ્લાના આ એકમાત્ર મહિલા ધારાસભ્ય ચૂંટાયા બાદ માત્ર ચૌદ જ મહિનામાં ત્રીજી વખત સમાચારોમાં ચર્ચાયા છે. જે પૈકી બે વિવાદ રાજયકક્ષાએ ઘૂમરાયા હતાં અને તાજેતરનો વિવાદ તો સમગ્ર દેશમાં ચર્ચાઓમાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં આ મહિલા MLA ના સસરાએ આ મહિલા ધારાસભ્યને કારણે સમગ્ર તેમનો પરિવાર વેરણછેરણ થઈ ગયો છે એ મતલબનો ચોંકાવનારો આક્ષેપ જાણીતા મીડિયાહાઉસ સમક્ષ કરતાં આ વિવાદ નેશનલ કક્ષાએ ચર્ચાઓમાં છે.

ગત્ શનિવારે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આવાસ લોકાર્પણનો એક કાર્યક્રમ હતો, જેમાં ખુદ વડાપ્રધાન વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતાં. અને, રાજયકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ડીસા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમની કડીરૂપે જામનગર શહેરનાં બંન્ને વિધાનસભા વિસ્તારમાં પણ આ કાર્યક્રમ સ્થાનિક કક્ષાએ આયોજિત કરવામાં આવેલો, જેમાં પોતાના મતવિસ્તાર માટે આયોજિત કાર્યક્રમમાં આ મહિલા MLA ઉપસ્થિત રહેલાં અને કાર્યક્રમના અંતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેઓને તાજેતરના તેઓના પારિવારીક વિવાદ મામલે પ્રશ્ન પૂછાતાં આ મહિલા MLA ભડકી ઉઠ્યા હતાં. અને પ્રશ્ન પૂછનારને એમ કહી દીધેલું કે, તમે આ મામલે મારો વ્યક્તિગત સંપર્ક સાધી શકો છો. અહીં એવો પ્રશ્ન પૂછાયો હોત તો, કે આ મામલો તમારાં સસરા ખુદ જાહેરમાં લાવ્યા છે, આ મામલો હવે વ્યક્તિગત રહ્યો નથી…તો, મહિલા MLA શું જવાબ આપી શક્યા હોત ? એ પ્રશ્ન ચર્ચાઓમાં છે. શું જવાબ આપ્યો તે વિડીયોમાં પણ સાંભળવા મળશે અહી

અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ અગાઉ આ મહિલા MLA અને જામનગર દ્વારકાના મહિલા MP સાથે પણ જાહેર કાર્યક્રમમાં ચકમક ઝરી હતી, ત્યારે પણ એ વિવાદ રાજયકક્ષાએ ગાજયો હતો. અને, એક વખત પક્ષના એક રાહત સહાય કાર્યક્રમ દરમિયાન આ મહિલા MLAના ફોટાઓ રાહત સામગ્રીના પેકેટ પર છપાયેલાં ત્યારે પણ રાજયકક્ષાએ આ મુદ્દો ગાજેલો. આમ આ મહિલા MLA વારંવાર ભળતાં જ કારણોસર સમાચારોમાં ચમકી રહ્યા હોય, જામનગર સહિત સમગ્ર હાલારમાં તરેહતરેહની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે, અને એ પણ ઉલ્લેખનિય છે કે, તેઓ જાહેર જીવનમાં હજુ હમણાં જ આવ્યા છે, અને વારંવાર તેઓ વિવાદોમાં ચમકી રહ્યા છે, તેથી શાસકપક્ષમાં અને લોકોમાં પણ તેઓ વિષે ભારે ચર્ચાઓ થઈ રહી છે. તેઓને મળી રહેલી નેગેટિવ પબ્લિસિટી તેઓની રાજકીય કારકિર્દી પર કેવી અસરો કરી શકે, એ અંગે પણ પુષ્કળ ચર્ચાઓ ચાલી રહી છે.

-જો કે રવિન્દ્રસિંહ જાડેજાએ X પર લખ્યું હતું કે…

જાડેજા પરિવારનો આ વિવાદ શમી ગયો હોત પરંતુ વિશ્વપ્રસિદ્ધ સેલિબ્રિટી રવિન્દ્રસિંહ જાડેજાએ પોતાના આ પારિવારીક વિવાદ અંગે ટ્વીટર (એક્સ) પર મામલે ખુદ પોતે એટલે કે રવિન્દ્ર જાડેજાએ ખુલાસો કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, “હાલમા એક અપાયેલા વાહિયાત ઇન્ટરવ્યૂમા જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયલી વાત છે. જેને હું નકારૂ છું. મારાં ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે.” આ ટ્વીટ સોશ્યલ મીડિયામાં ખુબ વાઈરલ થઇ રહ્યું છે.

The post જામનગરના મહિલા સેલિબ્રિટી MLA સંબંધિત વિવાદ શમવાનું નામ લેતો નથી appeared first on My Samachar.