My Samachar

આ કેવો અકસ્માત જેમાં ટ્રક કાર પર ચઢી ગયો..!
Mysamachar.in-સુરેન્દ્રનગર:

સુરેન્દ્રનગર જિલ્લાના હમેશા ધમધમતા એવા લીંબડી નેશનલ હાઈવે પર આવેલા ઓવરબ્રિજ પર આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી જેમાં ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી એક કાર અને ટ્રક વચ્ચે અચાનક જોરદાર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે નિયંત્રણ ગુમાવી બેઠેલો ટ્રક સીધો કાર પર ચઢી ગયો હતો. બનાવને પગલે અકસ્માતનો ધડાકો સાંભળી આસપાસના સ્થાનિકો અને હાઈવે પરથી પસાર થતાં અન્ય વાહનચાલકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.કાર પર આખો ટ્રક ચઢી જવાથી કારનો કુરચો બોલી ગયો હતો અને કારને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. જોકે કારમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો અને કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નહોતી.

The post આ કેવો અકસ્માત જેમાં ટ્રક કાર પર ચઢી ગયો..! appeared first on My Samachar.

આરોગ્ય મંત્રીની તપાસ: પાણીની ટાંકી બની નહી પણ 50 લાખનું બીલ બની ગયુ…!!
Mysamachar.in-ગાંધીનગર:

સરકારી બાબુઓ અને ઠેકેદારો મળી અને કેવા કેવા ખેલ નાખતા હોય છે તેનો પર્દાફાશ ખુદ રાજ્યના આરોગ્યમંત્રીની સતર્કતાથી થતી જતા સરકારની તિજોરીને આર્થિક ફટકો થતો બચશે ઉપરાંત જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી થશે આ અંગે જાહેર કરાયેલ વિગતો એવી છે કે

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પાલીતાણા હોસ્પિટલની તાજેતરની મુલાકાત દરમિયાન હોસ્પિટલ માટે મંજૂર કરવામાં આવેલી 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર ન હોવાનું ધ્યાનમાં આવતા સમગ્ર મામલે ગંભીર નોંધ લીધી હતી. મહત્વપૂર્ણ બાબત એ છે કે સ્થળ પર પાણીની ટાંકીનું કામ થયેલું ન હોવા છતાં તેનું બિલ ₹ 50.43 લાખનું મંજૂર કરવા વડી કચેરીમાં રજૂ કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવ્યું હતું.

આ ગંભીર બેદરકારીના પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક અસરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાલીતાણા હોસ્પિટલ તથા પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ (PIU)ના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર ઘટનાની વિગતવાર સમીક્ષા કરી હતી.

બેઠક દરમિયાન બિલ મંજૂર કરાવવાની પ્રક્રિયામાં જવાબદારી નિભાવનાર અધિકારીઓની ભૂમિકા અંગે ગંભીર નોંધ લેતા આરોગ્ય મંત્રીએ બિલ રજૂ કરનાર મેહુલ દવે (ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર), એન.વી. કાલીયા (નાયબ કાર્યપાલક ઈજનેર) સામે પોલીસ ફરિયાદ નોંધાવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી. આ સમગ્ર મામલામાં સંડોવાયેલી ધર્મનંદન કન્સ્ટ્રકશન-સુરતને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવા તેમજ ફરજમાં બેદરકારી બદલ બે સંબંધિત ઈજનેરો સામે ફરજમુકતની કાર્યવાહી કરવા પણ આરોગ્ય મંત્રીએ PIUના અધિકારીઓને આદેશ આપેલ છે.

આરોગ્ય મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યની આરોગ્ય સેવાઓ માટે ફાળવવામાં આવતા જાહેર નાણાંના ઉપયોગમાં કોઈપણ પ્રકારની બેદરકારી, ગેરરીતિ કે અનિયમિતતા ચલાવી લેવામાં આવશે નહીં. સરકારી આરોગ્યલક્ષી વિકાસકાર્યોમાં ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવી એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.આ સમગ્ર કાર્યવાહી દ્વારા આરોગ્ય વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી કામોમાં બેદરકારી કે ગેરરીતિ કરનાર કોઈપણ વ્યક્તિ કે એજન્સી સામે જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.જો કે જામનગરમાં પણ 600 કરોડના ખર્ચે નવી હોસ્પીટલનું નિર્માણ હાલ ચાલી રહ્યું છે ત્યાં પણ આરોગ્ય મંત્રીએ સમયાંતરે તપાસ કરાવતા રહેવી જોઈએ.

The post આરોગ્ય મંત્રીની તપાસ: પાણીની ટાંકી બની નહી પણ 50 લાખનું બીલ બની ગયુ…!! appeared first on My Samachar.

ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારી લાંચના છટકામાં આવી ગયા
Mysamachar.in-ભરૂચ:

રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અવારનવાર જાહેર મંચો પરથી સરકારી અધિકારીઓને ટોકે છે અને કહે છે કે સરકાર તગડા પગાર આપે છે તો લોકોનું કામ અન્ય અપેક્ષા રાખ્યા વિના કરો છતાં પણ દર એકાદ દિવસે કોઈ ને કોઈ વિભાગમાં વર્ગ એક થી માંડીને વર્ગ 4 સુધીની કક્ષાના ગમે તે અધિકારી કે કર્મચારી લાંચના છટકામાં આવી જ જાય છે જે બાબત રેકોર્ડ પર છે.

એવામાં ભરૂચ ખાતે આવેલી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીમાં ભ્રષ્ટાચારનો મામલો ઉજાગર થયો છે.જેમાં એસીબીના ફરિયાદી એવા એક જાગૃત નાગરિકે દવાના નવા હોલસેલ લાઇસન્સ મેળવવા માટે આ કચેરીમાં અરજી કરી હતી. લાઇસન્સ મંજૂર કરવાની પ્રક્રિયા આગળ ધપાવવા અને મંજુરી આપવાના બદલામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશ્નર પ્રકાશ પોસનાની (વર્ગ-1) અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ દ્વારા રૂ. 50,000 ની લાંચની કાયદેસરની માગણી કરવામાં આવી હતી.

જો કે ફરિયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે તુરંત નર્મદા એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરીને સમગ્ર મામલે લેખિત ફરીયાદ નોંધાવી હતી.ફરિયાદીની ફરિયાદના આધારે નર્મદા ACB ની ટીમે ભરૂચ ખાતે મદદનીશ કમિશ્નરની ચેમ્બરમાં જ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.

ટ્રેપ દરમિયાન ફરિયાદી પાસેથી રફા-દફા પેટે નક્કી થયેલી રૂ. 40,000 ની લાંચની રકમ સ્વીકારતા જ બંને અધિકારીઓને ACB ની ટીમે સ્થળ પર જ દબોચી લીધા હતા.ACB ની ટીમે સ્થળ પરથી જ લાંચની રૂ. 40,000ની પૂરેપૂરી રકમ રિકવર કરી કાયદેસરની સીઝર પ્રોસિજર પૂરી કરી હતી.બંને વર્ગ-1 અને વર્ગ-2 ના સરકારી અધિકારીઓએ પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને લાંચ સ્વીકારી હોવાનું ફલિત થતાં ACB એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

The post ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારી લાંચના છટકામાં આવી ગયા appeared first on My Samachar.

પુખ્ત પુત્ર પર પોતાના વરિષ્ઠ માતા-પિતાનું ભરણપોષણ કરવાની કાનૂની અને નૈતિક ફરજ
Mysamachar.in-જામનગ:

કોઈપણ પુખ્ત પુત્ર પોતાના માતા પિતાનું ભરણપોષણ કરવાની કાનૂની અને નૈતિક ફરજમાં થી બચી શકે નહી તેવો ચુકાદો લાલપુર એસડીએમ ટ્રિબ્યુનલે વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ અધિનિયમ-2007 હેઠળ પીડિત માતાના હિતમાં આપ્યો ન્યાયી ચુકાદો આપતા જણાવ્યું હતું.

જામનગર જિલ્લાના લાલપુર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને મેન્ટેનન્સ ટ્રિબ્યુનલ સમક્ષ ‘માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ, 2007’ તથા ‘ગુજરાત નિયમો, 2009’ હેઠળ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી એસ.જે. અસવાર દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. જામજોધપુર તાલુકાના જામવાડી ગામે રહેતા 83 વર્ષીય વિધવા માતા દિવાળીબેન રવજીભાઈ ખાંટ દ્વારા પોતાના પુત્ર વિનોદ રવજીભાઈ ખાંટ સામે માસિક ભરણપોષણ મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી.

અરજદાર માતાની રજૂઆત અનુસાર, તેઓ વૃદ્ધાવસ્થા, ગોઠણના ઘસારા અને અવારનવાર થતી બીમારીઓથી પીડાય છે તથા ઉપલેટાની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે, પરંતુ તેમની પાસે સ્વ-કમાણી કે જીવનનિર્વાહનું કોઈ સાધન નથી. પિતાની વડીલોપાર્જિત ખેતીની જમીનમાં હિસ્સો મળ્યા છતાં અને અગાઉ થયેલી સમજૂતી છતાં પુત્ર વિનોદ ખાંટે માતાનું ભરણપોષણ કરવા, દવા-સારવાર કે ઓપરેશનનો ખર્ચ ઉપાડવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને પોતાની ફરજમાંથી છટકી તેમની ઉપેક્ષા કરી હતી. આ અંગે પુત્રે પોતાના જવાબમાં વાર્ષિક રકમની સમજૂતી હોવાનો તથા બીજા ભાઈ સુભાષભાઈએ તમામ જવાબદારી સ્વીકારી હોવાનો બચાવ રજૂ કરી માસિક રૂ. 7000 ની માંગણીનો ઈન્કાર કર્યો હતો.

કેસની સંપૂર્ણ સુનાવણી, લેખિત જવાબો અને રજૂ થયેલા પુરાવાઓની સમીક્ષા કર્યા બાદ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસ.જે.અશવારેનોંધ્યું હતું કે કાયદાની કલમ ૪ હેઠળ દરેક પુખ્ત પુત્ર પર પોતાના વરિષ્ઠ માતા-પિતાનું ભરણપોષણ કરવાની કાનૂની અને નૈતિક ફરજ છે. સુપ્રીમ કોર્ટના ‘ઉર્મિલા દીક્ષિત વિરુદ્ધ સુનીલ શરણ દીક્ષિત (2025 INSC 20)’ તથા ગુજરાત હાઈકોર્ટના ‘પરમાર ડાહયાભાઈ હેમાભાઈ વિરુદ્ધ પરમાર પ્રકાશભાઈ ડાહયાભાઈ (2013)’ના ચુકાદાઓનો સંદર્ભ આપતા ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું કે આ એક સામાજિક કલ્યાણકારી કાયદો છે અને જૂની ખાનગી સમજૂતી કે કરારથી પુત્ર પોતાની કાનૂની ફરજમાંથી મુક્ત થઈ શકતો નથી. માતાની ઉંમર, તબીબી સ્થિતિ અને સામાવાળા પુત્રની આર્થિક ક્ષમતા ધ્યાને રાખી લાલપુર ટ્રિબ્યુનલે તારીખ 10 ઓગસ્ટ 2026ના રોજ આદેશ ફરમાવ્યો કે પુત્ર વિનોદ ખાંટે અરજદાર માતા દિવાળીબેનને દર મહિને રૂપિયા ચાર હજારનું ભરણપોષણ ચૂકવવું.

આ રકમ અરજી કર્યા તારીખથી ગણીને દર કેલેન્ડર મહિનાની 10 મી તારીખ સુધીમાં નિયમિત ચૂકવવાની રહેશે તેમજ અરજી દાખલ કર્યા તારીખથી હુકમની તારીખ સુધીની તમામ બાકી ચડત રકમ 30 દિવસની અંદર બેંક ખાતામાં જમા કરાવવાની અથવા રોકડમાં રસીદ સામે ચૂકવવાની રહેશે. જો કોઈ પણ મહિનાનું ભરણપોષણ ચૂકવવામાં ચૂક થશે તો કાયદાની કલમ 11 હેઠળ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલાતનું વોરંટ તથા અન્ય કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

The post પુખ્ત પુત્ર પર પોતાના વરિષ્ઠ માતા-પિતાનું ભરણપોષણ કરવાની કાનૂની અને નૈતિક ફરજ appeared first on My Samachar.

જામનગરમાં એનાલોગ પનીર-ચીઝ-બટર સહિત વાસી ખોરાકનો જથ્થો નાશ કરાયો
Mysamachar.in-જામનગર:

ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ તથા પરિવહન પર મુકાયેલા પ્રતિબંધ અન્વયે જામનગર જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા તા. 06 થી 12 ઓગસ્ટ સુધી કુલ 121 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં 44 કિલો એનાલોગ ચીઝ, 4.5 કિલો એનાલોગ પનીર, 6.5 કિલો અખાદ્ય  પનીર અને તેમજ અન્ય 400 કિલોગ્રામ વાસી ખોરાક મળી અંદાજીત રૂ. 63,100ની કિંમતના અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ અંગેની તપાસ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. જો કોઈ પણ પેઢી કે વેપારી દ્વારા પ્રતિબંધિત એનાલોગ પનીર,એનાલોગ ચીઝ કે એનાલોગ બટરનું ઉત્પાદન, સંગ્રહ,વેચાણ કે પરિવહન કરતા જણાશે તો તેમની સામે કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધિત સર્વેને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

The post જામનગરમાં એનાલોગ પનીર-ચીઝ-બટર સહિત વાસી ખોરાકનો જથ્થો નાશ કરાયો appeared first on My Samachar.

પંચાયત તલાટી અને મહેસૂલી તલાટી આ બન્નેએ શું કામગીરી કરવાની..? સરકારે કર્યું સ્પષ્ટ
Mysamachar.in-ગાંધીનગર:

ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરે વહીવટી સરળતા, સુગમતા અને નાગરિકોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા મહેસૂલી તલાટી અને પંચાયત તલાટી-કમ-મંત્રીની કામગીરી તથા જવાબદારીઓ અંગે લાંબા સમયથી ચાલી રહેલી વિચારણાના અંતે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા પંચાયત તલાટી અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી અને જોબ ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

ગ્રામીણ સ્તરે નાના મોટા 90 થી 100 જેટલા કામો અને જો વિષય પ્રમાણે અલગ કરીએ તો કુલ 290 જેટલા પ્રજાલક્ષી કામોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી ગ્રામ્ય કક્ષાએ મહેસૂલી તલાટી તથા પંચાયત તલાટી-કમ-મંત્રી વચ્ચેની કામગીરી અને જવાબદારીઓ અંગે વધુ સ્પષ્ટતા આવશે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતુ.

પંચાયત તલાટી-કમ-મંત્રીના કાર્યક્ષેત્રમાં ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસની કામગીરી

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા નક્કી કરાયેલા જોબચાર્ટ મુજબ પંચાયત તલાટી-કમ-મંત્રી દ્વારા પંચાયત અધિનિયમ અને નિયમો અન્વયે ગ્રામ પંચાયત સચિવ તરીકે કરવાની થતી તમામ કામગીરી કરવાની રહેશે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વ્યક્તિગત તથા વિકાસલક્ષી યોજનાઓની ગ્રામ્ય કક્ષાએ અમલીકરણની કામગીરી, વિવિધ પ્રમાણપત્રોની કામગીરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામતળ, ગૌચર તથા પંચાયત હસ્તકની જમીન દબાણ વિશેષની કામગીરી, જાહેર મિલકતો અંગેની કામગીરી, ગામમાં સ્વચ્છતા, પાણી પુરવઠો, વૃક્ષારોપણ, ગ્રામસભા તથા વિવિધ સમિતિઓની કામગીરી સહિતની જવાબદારીઓ જોબચાર્ટમાં નિર્ધારિત કરવામાં આવી છે.

જોબચાર્ટમાં PM-KISAN, PM-VISHWAKARMA, ઈ-ગ્રામ/ઈ-નિર્માણ કાર્ડ, આંગણવાડી, પ્રાથમિક શિક્ષણ, ગ્રામ્ય સ્વચ્છતા, પાણી પુરવઠો, ગ્રામતળના પ્લોટ, જાહેર હેતુની જમીન, સ્વચ્છતા અને આરોગ્ય સહિતની ગ્રામ્ય કક્ષાની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

મહેસૂલી તલાટીના કાર્યક્ષેત્રમાં મહેસૂલી અને જમીન સંબંધિત કામગીરી

મહેસૂલ વિભાગ દ્વારા નક્કી કરાયેલા જોબચાર્ટ મુજબ મહેસૂલી તલાટીની કામગીરીમાં મહેસૂલના વિવિધ અધિનિયમો અને નિયમો, હિજરતી મિલકત તથા અશાંત ધારા અન્વયેની તમામ કામગીરી, કેન્દ્ર કે રાજ્ય સરકારની જમીન સંદર્ભે જમીનના રેકર્ડ અને સર્વેને લગતી કામગીરી તથા PM-સ્વામિત્વ યોજના સંબંધિત કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત મહેસૂલી તલાટી દ્વારા જમીન મહેસૂલની વસૂલાત, બાકી લેણાની વસૂલાત, જમીન સંબંધિત રેકર્ડ અને હકોની કામગીરી, સરકારી મિલકત તથા જમીન સંબંધિત હકોની ચકાસણી, દબાણ અંગેની કામગીરી, જમીન સંપાદન, જમીન મહેસૂલ છૂટ-અગર વધ-ઘટ, જમીન મહેસૂલની વહીવટી કામગીરી, પાક ઉત્પાદન અને જમીન સુધારણા સંબંધિત કામગીરી કરવાની રહેશે. મહેસૂલી તલાટીના જોબચાર્ટમાં પાક કાપણી પ્રયોગો (Crop Cutting Experiments), ફાર્મર રજિસ્ટ્રેશન, પાક વીમા સંબંધિત કામગીરી, કુદરતી આપત્તિના સમયે કૃષિ રાહત પેકેજ, સોંપવામાં આવતી જમીન સંબંધિત કામગીરી, દબાણના વેધાન તથા મહેસૂલી અધિકારી દ્વારા સુપરત કરવામાં આવતી અન્ય કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

જરૂરિયાત મુજબ બંને કેડર વચ્ચે સંકલન જળવાશે

બંને જોબચાર્ટમાં કામગીરીની સ્પષ્ટતા સાથે જ્યાં જરૂરી હોય ત્યાં પરસ્પર સહકાર અને સંકલનની જોગવાઈ પણ રાખવામાં આવી છે. ખાસ કરીને કુદરતી આપત્તિઓના સમયે કૃષિ રાહત પેકેજ સંબંધિત કામગીરીમાં પંચાયત તલાટી-કમ-મંત્રી અને મહેસૂલી તલાટી દ્વારા સંકલનપૂર્વક કામગીરી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જોબચાર્ટમાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે ગ્રામ્ય કક્ષાની કામગીરી માટે ખાસ કિસ્સામાં વિકાસ કમિશનર દ્વારા ખાસ હુકમ થયેથી VCE દ્વારા મહેસૂલી તલાટીને મદદરૂપ થઈ શકાશે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી બંને કેડરની મૂળ કામગીરી, કાર્યક્ષેત્ર અને જવાબદારી વધુ સ્પષ્ટ થશે. પરિણામે ગ્રામ્ય કક્ષાએ પંચાયતલક્ષી તથા મહેસૂલી કામગીરીના સંચાલનમાં વધુ સુવ્યવસ્થિતતા આવશે અને સંબંધિત કામગીરી નિર્ધારિત જવાબદારી મુજબ કરવામાં સરળતા રહે તેવી વ્યવસ્થા ઊભી થશે. લાંબા સમયથી ચાલી રહેલા સતત પ્રયાસો બાદ લેવાયેલો આ નિર્ણય ગ્રામ્ય વહીવટને વધુ સુવ્યવસ્થિત બનાવવા તથા મહેસૂલી અને પંચાયતલક્ષી કામગીરીમાં જવાબદારીની સ્પષ્ટતા લાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

The post પંચાયત તલાટી અને મહેસૂલી તલાટી આ બન્નેએ શું કામગીરી કરવાની..? સરકારે કર્યું સ્પષ્ટ appeared first on My Samachar.

બોલેરો ચાલકે CNG રિક્ષાને મારી ટક્કર, 2 ના મોત, મોટી ખાવડી નજીક બની ઘટના
Mysamachar.in-જામનગર:

જામનગર-ખંભાળિયા હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે, જે અકસ્માત મોટી ખાવડી નજીક મચ્છી માર્કેટ પાસે સર્જાયો હતો. જેમાં મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહને સીએનજી રિક્ષા વચ્ચે થયેલી ટક્કરમાં બે વ્યક્તિના મોત થયા હતા, જ્યારે ચાર અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ ફરિયાદ મુજબ, જીજે-૧૪-ઝેડ-૭૨૨૪ નંબરની મહિન્દ્રા પીકઅપના ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી ચલાવી સીએનજી રિક્ષાને સાઈડમાંથી ટક્કર મારી હતી. ટક્કરના કારણે રિક્ષામાં સવાર રાહુલકુમાર, રિક્ષા ચાલક કરણભાઈ, તેમજ મુસાફરો ઘોનો હેમ્બ્રમ અને તુરી પુર્તિ રોડ પર પટકાયા હતા. આ ઘટનામાં રાહુલકુમારને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ઘોનો હેમ્બ્રમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. અન્ય ઈજાગ્રસ્તોમાં તુરી પુર્તિને માથા અને પગના ભાગે તથા રિક્ષા ચાલક કરણભાઈને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ પીકઅપનો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે મેઘપર (પડાણા) પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

The post બોલેરો ચાલકે CNG રિક્ષાને મારી ટક્કર, 2 ના મોત, મોટી ખાવડી નજીક બની ઘટના appeared first on My Samachar.

જામનગર મેળા: પહેલા હરરાજી…‘સિંગલ ટેન્ડર’ સુધીની ચર્ચા ગરમાઈ
Mysamachar.in-જામનગર

શહેરમાં જાહેર જનતાના મનોરંજન માટે હંમેશા પડકારોનો સામનો કરતી જામનગર મહાનગરપાલિકા દ્વારા જિલ્લા કલેકટર હસ્તકની જમીન પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાતા શ્રાવણી મેળાને આ વખતે ચર્ચા બાદ ટીકા અને બાદમાં રોષના તબક્કાઓ સુધી હવે  પહોચ્યા બાદ પણ ચિત્ર અસ્પષ્ટ હોય મેળાના પ્લોટની હરાજી સામે પણ ‘સેટિંગ’થી માંડીને ‘સિંગલ ટેન્ડર’ સુધીની ચર્ચા બાદ ટીકા અને રોષના ગરમાવાની પૂરી શક્યતા છે જાણકારો જુએ છે. કેમકે જાહેર સેવાનાં ખાનગી આયોજનો ખુલ્લા તો પડ્યા પરંતુ હવે પટ્ટમાં આવી ગયા છે.

મનોરંજન ખાણી પીણી વગેરે મળીને 44 પ્લોટ બાબતે ઓનલાઈન અને ઓફલાઇન ટેન્ડરો મંગાવાયા હતા, પરંતુ ચોક્કસને જ તક મળે તેવી અમુક ટેન્ડર શરતો હોવાની દુકાનદારોમાં ચર્ચાઓ છે. જ્યારે બીજી તરફ પબ્લીકને આ પ્રક્રિયા અંગે કોઈ જ જાણકારી કોર્પોરેશને હજુ સુધી આપી જ નથી. માટે હવે દરેક એન્ગ્લથી આ શ્રાવણી મેળો કાનૂની ઘોંચમાં પડે તેવી સંભાવના છે કેમકે પહેલા ઓનલાઇન બાદ હવે જાહેર હરરાજી ઓનલાઇનમાં સિંગલ ટેન્ડર આવ્યું એટલે હરરાજી કરવાની વાત છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી લોકમેળા-2026ના બાકી રહેલા પ્લોટ માટે હવે બુધવારે ફરી જાહેર હરરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અગાઉના ટેન્ડરમાં સિંગલ ભાવ મળેલા અથવા ભાવ ન મળેલા પ્લોટ માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તા. 1 સપ્ટેમ્બરથી II સપ્ટેમ્બર, દરમિયાન યોજાનારા આ મેળા માટે અગાઉ બંધ કવર અને ઓનલાઈન ટેન્ડર દ્વારા પ્લોટના ભાવ મંગાવવામાં આવ્યા હતા. જેમાં કેટલાક પ્લોટ માટે સિંગલ ટેન્ડર મળ્યા હતા, જ્યારે કેટલાક માટે કોઈ ભાવ મળ્યા ન હતા. ઉપરાંત, જે પ્લોટ માટે એકથી વધુ ટેન્ડર આવ્યા હોય પરંતુ ટેકનિકલી ડિસ્કવોલિફાય થવાથી સિંગલ ટેન્ડર બન્યા હોય તેનો પણ હરાજીમાં સમાવેશ થશે.

જો કે જાણકારોના મત મુજબ મેળામાં પ્રજાજનો આવશે જેઓ  જુદા જુદા સ્ટીલનો લાભ લેશે હવે આ લાભાર્થી કેન્દ્રિત જ  વ્યવસ્થા કરવાની હોય તે મૂળભૂત બાબત છે અને ભાવ નિયંત્રણ રહેશે , ગુણવતા જળવાશે સલામતી માટે જાગૃતતા રહેશે , ગ્રાઉન્ડ  રમણીય રહેશે  વગેરે મુખ્ય શરતો હોઈ શકે છે પરંતુ એના બદલે લાભાર્થી કોઈ ચોક્કસ એકાદ બે જૂથ જ હોવાની વાત વચ્ચે વ્યવસ્થાના વિલંબ થાય છે. જે વ્યવસ્થાઓ સર્જે છે. શક્ય છે કે પ્લોટ ફાળવણી બાદ , જુદી જુદી મંજૂરીઓ બાદ અને વ્યવસ્થાઓ થયા બાદ પણ ઘણા મુદાઓ ઊભા થશે

-સિંગલ ટેન્ડર પર સવાલોનો સળવળાટ

એક જ ટેન્ડર આવ્યું એટલે પ્રક્રિયા પૂર્ણ કરવાની ઉતાવળ કોને દર્શાવી હતી? અને લોકમેળાના પ્લોટની હરાજી પહેલાં સૌથી મોટો સવાલ એ છે કે સિંગલ ટેન્ડર કેમ આવ્યું? એકથી વધુ વેપારીઓએ રસ દાખવ્યો હતો કે નહીં? ટેકનિકલ ડિસક્વોલિફિકેશનના ચોક્કસ કારણો શું હતા? જો એકથી વધુ ટેન્ડર આવ્યા હતા તો બાકીના શા માટે અમાન્ય ઠર્યા? પાલિકા જો આ તમામ વિગતો જાહેર કરે તો જ સિંગલ ટેન્ડરની પ્રક્રિયા સામે ઊભા થતા સવાલોનો અંત આવી શકે.સિંગલ ટેન્ડર પાર્ટીને લાગેલ ટેન્ડર મુદ્દે કાનૂની જંગ પણ થઇ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

-મહાપાલિકાને આવક વધારવી છે કે પ્લોટની ભેટ આપવાની છે?

શ્રાવણી લોકમેળાના પ્લોટમાં મહત્તમ સ્પર્ધા થાય અને મહાનગરપાલિકાને મહત્તમ આવક મળે એ જ જાહેર હિત છે. અગાઉ ભાવ ન મળેલા પ્લોટ માટે હરાજી સમજાય તેવી બાબત છે, પરંતુ સિંગલ ટેન્ડરવાળા પ્લોટને લઈને પણ જો ફરી હરાજી યોજાય તો તમામ વેપારીઓને સમાન તક, ખુલ્લી સ્પર્ધા અને પારદર્શક પ્રક્રિયા અંગે પાલિકાએ સ્પષ્ટતા કરવી જોઈએ. નહીં તો હરાજી સામે પણ ‘સેટિંગ’થી માંડીને ‘સિંગલ ટેન્ડર’ સુધીની ચર્ચા ગરમાવાની પૂરી શક્યતા છે.

-પહેલા ટેન્ડર બાદમાં હરરાજી શા માટે ..? આસી કમિશ્નર મુકેશ વરણવા કહે છે કે…

પહેલી વખત ઓનલાઈન ટેન્ડર થયું અને સિંગલ પાર્ટી ટેન્ડર આવ્યું અને બીજી વખત આ રીતે ઓનલાઈન પ્રક્રિયા (રી-ટેન્ડર) કરીએ તો સમયનો વેડફાટ વધુ થઇ શકે છે. અને લોકોને મેળાનો એટલા દિવસનો લાભ ના મળી શકે તે માટે જાહેર હરરાજીની જાહેરાત કરી પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે તે પણ પારદર્શી જ રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી બાકી થતી ચર્ચાઓ અસ્થાને છે. તેઓએ વધુમાં જણાવ્યું કે અમે જે શરતો રાખી છે તેમાં શરત નંબર 4 સ્પષ્ટ છે કે જો સ્પર્ધાત્મક અને વાજબી ભાવો નહિ આવે તો હરરાજી-રી ટેન્ડરથી ભાવો મંગાવવામાં આવશે અને તેમાં કોઈપણ ટેન્ડરધારક વાંધો ઉઠાવી શકશે નહિ.

The post જામનગર મેળા: પહેલા હરરાજી…‘સિંગલ ટેન્ડર’ સુધીની ચર્ચા ગરમાઈ appeared first on My Samachar.

GAS કેડરના રાજ્યના 144 અધિકારીઓની બદલીઓ, જામનગર અને દ્વારકા જીલ્લામાં કોણ બદલાયું કોણ આવ્યા..?
જામનગર:દેવભૂમિ દ્વારકા:

ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના કુલ 144 ક્લાસ-1 અધિકારીઓની સાગમટે બદલી કરી છે. મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી અને અન્ય વરિષ્ઠ વહીવટી અધિકારીઓને વિવિધ જિલ્લાઓમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ બદલી તાત્કાલિક અસરથી અમલમાં આવશે. બદલીના આદેશ મુજબ અનેક ડેપ્યુટી કલેક્ટરો અને પ્રાંત અધિકારીઓની પરસ્પર બદલી કરવામાં આવી છે. કેટલાક અધિકારીઓને જિલ્લા વિકાસ સાથે જોડાયેલી મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે, જ્યારે કેટલાકને મહાનગરપાલિકા અને જિલ્લા કચેરીઓમાં નવી પોસ્ટિંગ આપવામાં આવી છે. રાજ્ય સરકારનો આ વહીવટી ફેરબદલ જિલ્લા સ્તરે કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. નવી પોસ્ટિંગ બાદ વિવિધ જિલ્લાઓમાં મહેસૂલી અને વહીવટી સેવાઓના સંકલનને વધુ મજબૂતી મળશે.

જો જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની વાત કરવામાં આવે તો….

-જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયાની ડેપ્યુટી કમિશ્નર મોરબી મહાનગરપાલિકા ખાતે બદલી કરાઈ છે.

-જામનગર નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી ડી.એચ.કોટકની પ્રાંત અધિકારી બગસરા ખાતે બદલી કરાઈ છે

-ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે.કરમટાની બદલી અબડાસા પ્રાંત અધિકારી તરીકે થઇ છે

-જામનગર સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર આદર્શ બસરની બદલી ડેપ્યુટી ડાયરેક્ટર સીએમ હેલ્પલાઈન યુનિટ માં થઇ છે

-જામનગર પુરવઠા અધિકારી એસ.ડી.બારડની બદલી ડેપ્યુટી ડીડીઓ અમરેલી તરીકે બદલી થઇ છે

-દ્વારકા જગત મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણની છેક ડેપ્યુટી ડીડીઓ થરાદ ખાતે બદલી થઇ છે

-પ્રાંત અધિકારી ખંભાળિયા તરીકે સંધ્યાબેન હેરમાને મુકવામાં આવ્યા છે

-પ્રાંત અધિકારી જામનગર ગ્રામ્ય તરીકે શાંતીબેન વી.ઢીલા મુકાયા છે

-જામનગર સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેકટર તરીકે પુનમ પરમાર મુકાયા છે

-પ્રાંત અધિકારી ધ્રોલમાં ગૌતમ લોડાલીયા મુકાયા છે

-વી.બી.પટેલને ડેપ્યુટી ડીડીઓ દેવભૂમિ દ્વારકા તરીકે મુકવામાં આવ્યા છે

The post GAS કેડરના રાજ્યના 144 અધિકારીઓની બદલીઓ, જામનગર અને દ્વારકા જીલ્લામાં કોણ બદલાયું કોણ આવ્યા..? appeared first on My Samachar.

દ્વારકામાં બાંધકામો બાબતે મોટે ભાગે શું થાય છે.? અને રિનોવેશનની અરજીઓના ખેલ શું છે.?
Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દ્વારકા નગરપાલિકા મંજૂરીઓના મામલામાં વગોવાયેલી છે, અને માટે જ કદાચ સાચી સ્થિતિનું વર્ણન આપતા ડર અનુભવે છે. જાણકારો કહે છે કે દ્વારકામાં હોટલ સહિતના કોમર્શિયલ બાંધકામોની નિયમ મુજબ ત્રણ માળની મંજૂરી આપી શકાય છે છતાંય વધુ માળ ચણવાની મુકસંમતી નગરપાલિકાના ચોક્ક્સ વ્યક્તિ સાથે “ગોઠવણ” થાય તો મળી જાય છે તેમ ખુદ અમુક બાંધકામ કરનારા અને જોનારાઓમાં ચર્ચા છે.

કેમ કે કાયદા મુજબ  કોમર્શિયલ કૉમ્પ્લેક્સ કે મોટી હોટેલ બનાવવા માટે પ્લોટની સામેનો રસ્તો ઓછામાં ઓછો 12 મીટર (આશરે 40 ફૂટ) કે તેથી વધુ પહોળો હોવો જોઈએ.FSI (Floor Space Index): દ્વારકા જેવા નગરપાલિકા વિસ્તારમાં ઝોનિંગ (Zoning) મુજબ સામાન્ય રીતે 1.5 થી 2.75 સુધીની FSI મળવાપાત્ર થાય છે. આનો અર્થ એ કે પ્લોટના કદના પ્રમાણમાં કેટલા ચોરસ મીટરનું કુલ બાંધકામ કરી શકાય તે નક્કી થાય છે. કોમર્શિયલ બાંધકામમાં કુલ વપરાશના એરિયા (Built-up Area) ના ઓછામાં ઓછા 20% થી 30% જગ્યા માત્ર અને માત્ર પાર્કિંગ માટે અનામત રાખવી ફરજિયાત છે.

ગ્રાઉન્ડ ફ્લોર પર અથવા બેઝમેન્ટ (ભોંયરૂં) બનાવીને પાર્કિંગની સુવિધા આપવી પડે છે.  રસ્તાની પહોળાઈ અને બિલ્ડિંગની ઊંચાઈના આધારે રોડની બાજુએ ઓછામાં ઓછી 3 થી 6 મીટર જગ્યા ખુલ્લી છોડવી પડે છે હવે આ બધી બાબતો મુજબ બંધન કર્યા બાદ જ કમ્પ્લિશન સર્ટિફિકેટ અને બી.યુ.પ્રમોશન મળે છે સાથે સાથે દ્વારકા માં જગતમંદિર સહિત જે જે બીજા પણ પુરાતન રક્ષિત સ્થાન છે તેના 300 મીટર માં તો બાંધકામની જ મનાઈ છે છતાંય કરોળિયાના જાળાની જેમ બાંધકામ વધે છે કેમ?? દરમ્યાન બીજો સ્ફોટક વિષય છે રિનોવેશન અંગેની અરજીઓનો અને ઝોન અંગેનો, તેમજ કમ્પ્લિશન કે બીયુ કેમ લેવાતા નથી અને શુ કામ અપાતા નથી??  દ્વારકાની આ સંવેદનશીલ  સ્થિતિ વિશે નિષ્ણાતોના અવલોકનો મળ્યે  પર્દાફાશ થઈ શકે છે

– કાયદો શું કહે છે ??

દ્વારકા શહેરમાં વેપારી કોમ્પ્લેક્સ, હોટેલ, ગેસ્ટહાઉસ, શોરૂમ અને અન્ય કોમર્શિયલ બાંધકામો ઝડપથી વધી રહ્યા છે. આવા બાંધકામોને મંજૂરી આપતી વખતે ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ અધિનિયમ સંબંધિત  (DCR/GDCR) તથા રાજ્ય સરકારના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. જો મંજૂરી પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન થાય, નકશા કરતાં વધારે બાંધકામ થાય, FSI માં ગેરરીતિ થાય અથવા “વહીવટ” ના આધારે પરવાનગી આપવામાં આવે, તો માત્ર સરકારને જ નહીં પરંતુ ખરીદદારો અને રોકાણકારોને પણ મોટું નુકસાન થઈ શકે છે.

જમીનનું ઝોનિંગ, માલિકીના દસ્તાવેજો, NA સ્થિતિ, મંજૂર બિલ્ડિંગ પ્લાન, પાર્કિંગ વગેરે સાથે વરસાદી પાણી નિકાલ, ગટર અને પર્યાવરણ સંબંધિત નિયમો સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું આ પરવાનગી મંજૂરી, સરકારના પત્ર મુજબ સ્પષ્ટ છે. અને નિયમો મુજબની આ પ્રક્રિયા પારદર્શક રીતે અમલમાં આવે તો ગેરકાયદે બાંધકામ અટકાવી શકાય છે. જો કે, જ્યાં નિયમોના અમલમાં બેદરકારી કે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય ત્યાં શહેરના આયોજન પર લાંબાગાળાની નકારાત્મક અસર પડી શકે છે.

The post દ્વારકામાં બાંધકામો બાબતે મોટે ભાગે શું થાય છે.? અને રિનોવેશનની અરજીઓના ખેલ શું છે.? appeared first on My Samachar.