saddlebrown-wolverine-498669.hostingersite.com-જામનગર:-
શહેર માં છેલ્લા કેટલાક દિવસોથી એક ઓડિયો ક્લીપ અને કેટલુંક લખાણ બાળકો ને ઉપાડી જતી ટોળકી વિષે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવો કરવામાં આવી રહ્યો છે..જેને લઈને કેટલાક લોકોમાં ચિંતા પણ ફેલાયેલી જોવા મળતી હતી…જેમાં એક ખાનગી કંપનીના સિક્યુરીટી ઓફિસર નું નામ પણ આ સાથે જોડવામાં આવી રહ્યું હતું…
ત્યારે આજે પત્રકાર પરિષદ ને સંબોધતી વેળાએ જામનગર એસપી પ્રદીપ સેજુળ એ સોશિયલમીડિયામાં ફરી રહેલ આ ઓડીઓ ક્લીપ અને તેને લગત લખાણ માત્ર ને માત્ર અફવા હોવાનો ખુલાસો કરતાં વધુમાં જણાવ્યું કે કે જે રીતે ક્લીપમાં આવા ઉઠાવગીરો ની વાત કરવામાં આવી રહી છે તે પોલીસને ધ્યાને નથી આવી છતાં પણ પોલીસ આ મામલે સતર્ક છે…અને આવી ખોટી અફવાઓ થી દુર રહી અને જરૂર પડ્યે પોલીસની મદદ માંગવાની પણ એસપી જામનગર સેજુળ એ તાકીદ કરી હતી..
જામનગર એસપી પ્રદીપ સેજુળ એ બાળકોને ઉઠાવી જનાર શું કહ્યું તે સાંભળવા ઉપરના વિડીયો ને ક્લિક કરો…
























































